નિલકંઠ મહાદેવ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં ભક્તોની ભીડ વધી જાય છે. નિલકંઠ મહાદેવના દર્શન માટે વર્ષોથી આવતા શ્રદ્ધાળુઓમાં અનેરી શ્રદ્ધા જોડાયેલી છે. આ મંદિર નજીક પક્ષીઓ માટે ચણ નાખવા માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરની બાજુમાં એક બગીચો વિકસાવવામાં આવ્યો છે. જેથી કુદરતી સૌંદર્ય સાથે ધાર્મિક વાતાવરણ ઉભું થઈ શકે.
આમ, હિન્દુ માટે અતિ પવિત્ર એવા શ્રાવણ માસમાં શિવાલયો ભક્તોથી છલકાય છે, ત્યારે મોરબીના નિલકંઠ મહાદેવ મંદિરમાં 520મો પાટોત્સવ એક સંયોગ બન્યો છે.