મળતી માહિતી મુજબ, મોરબીના સિલ્વર હાઈટસ સામેના રવાપર કેનાલ રોડના પાર્કિંગમાંથી રવિવાર રાત્રીના 3.24 વાગ્યા આસપાસ અજાણ્યા ઈસમો બાઈક ઉઠાવી ગયા છે. જો કે, પાર્કિંગમાં લગાવેલા CCTV કેમેરામાં 3 ઈસમો બાઈકની ચોરી કરતા કેદ થયા છે. ત્યારે બાઈકના માલિક ભાવેશભાઈએ બનાવ અંગે A ડીવીઝન પોલીસમાં અરજી કરતા પોલીસે CCTV ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે.
પાર્કિંગમાં આવી તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. જેથી નાગરિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ ઉપરાંત શહેરમાં સુરક્ષા માટે લાગેલા CCTV કેમેરા અને નાઈટ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉભા થયા છે.