ETV Bharat / state

ભારતીય મજદૂર સંઘ મોરબીમાં પડતર પ્રશ્નો મામલે કરશે આંદોલન - Bharatiya Mazdoor Sangh

મોરબી: ભારતીય મજદૂર સંઘની રાજકોટ અને જૂનાગઢ વિભાગની સંયુક્ત બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ પડતર પ્રશ્નોની માગને લઈને આંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેને પગલે મોરબી જીલ્લા કલેકટર કચેરી ખાતે આગામી 10 જૂને ધરણા પ્રદર્શન કરી આવેદન આપવામાં આવશે.

સ્પોટ ફોટો
author img

By

Published : May 17, 2019, 11:21 PM IST

ભારતીય મજદૂર સંઘની બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ વાય. જે. વ્યાસ તેમજ આંગણવાડી, પાણી પુરવઠા, એસ.ટી, વિદ્યુત બોર્ડ, નગરપાલિકા, શૈક્ષણિક સંઘના મુખ્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જે બેઠકમાં આગામી 10 જૂને કલેકટર કચેરી સામે 4થી 6 કલાકે ધરણા અને મુખ્યપ્રધાનને ઉદ્દેશીને આવેદન પાઠવવામાં આવશે. તેમજ વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ કરાશે. જે ધરણાના કાર્યક્રમમાં ભારતીય મજદૂર સંઘના હોદ્દેદારો તથા કાર્યકરો જોડાશે.

પડતર પ્રશ્નોની યાદી

  • આંગણવાડી કાર્યકર અને હેલ્પરને કેન્દ્ર સરકારે ઓક્ટોબર 2018થી જાહેર કરેલો પગાર વધારો એરીયર્સ સાથે ચૂકવવો
  • ગુજરાત રાજ્યના તમામ બોર્ડ/ નિગમના કર્મચારીઓને સાતમા પગાર પંચના 19 માસના એરીયર્સની તાત્કાલિક ચુકવણી કરવી
  • ગુજરાત રાજ્ય લઘુતમ વેતન બોર્ડની પુન:રચના કરવી
  • નગરપાલિકાના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવો
  • ગુજરાતના સિમેન્ટ ઉદ્યોગમાં વેજ બોર્ડની અમલવારી કરવી
  • એસટીમાં ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવો
  • એસટીના જીએસઓ પરિપત્રમાં કોઈપણ જાતનો સુધારો વધારો કરવો નહિ
  • ગુજરાત રાજ્ય બાંધકામ બોર્ડની રચના કરવી અને બે વર્ષની શૈક્ષણિક સહાય બાકી છે જે સહાયની સત્વરે ચુકવણી કરવી
  • ગુજરાત રાજ્યના બોર્ડ/નિગમોમાં 1988 પછી જે રોજમદારોની ભરતી થયેલ છે તેઓને છઠ્ઠા પગારપંચ અને સાતમાં પગારપંચનો લાભ આપવો
  • EPFના પેન્શનરોને સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ પેન્શનનો લાભ આપવો
  • સોલ્ટ વર્કસમાં કામ કરતા કામદારોને લઘુતમ વેતનનો વધારો કરવા નોટીફીકેશન તાત્કાલિક બહાર પાડવી

R_GJ_MRB_06_17MAY_MAZDUR_SANGH_AANDOLAN_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_06_17MAY_MAZDUR_SANGH_AANDOLAN_SCRIPT_AV_RAVI

ભારતીય મઝદૂર સંઘ મોરબી કરશે પડતર પ્રશ્નો મામલે આંદોલન

પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે ધરણા-આવેદન

        ભારતીય મઝદૂર સંઘ રાજકોટ અને જુનાગઢ વિભાગની સંયુક્ત બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ પડતર પ્રશ્નોની માંગને લઈને આંદોલન કરવાનું નક્કી કરાયું છે જેને પગલે મોરબી જીલ્લા કલેકટર કચેરી ખાતે આગામી તા. ૧૦-૦૬ ના રોજ ધરણા અને આવેદન આપવામાં આવશે

        ભારતીય મઝદૂર સંઘની બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ વાય જે વ્યાસ તેમજ આંગણવાડી, પાણી પુરવઠા, એસટી, વિદ્યુત બોર્ડ, નગરપાલિકા, શૈક્ષણિક સંઘના મુખ્ય હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા જે બેઠકમાં આગામી તા. ૧૦-૦૬ ના રોજ કલેકટર કચેરી સામે ૪ થી ૬ કલાકે ધરણા અને મુખ્યમંત્રીને ઉદેશીને આવેદન પાઠવવામાં આવશે અને વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ કરાશે જે ધરણાના કાર્યક્રમમાં ભારતીય મઝદૂર સંઘના હોદેદારો, કાર્યકરો જોડાશે તેમજ મોરબી જીલ્લા મંત્રી અમરશીભાઈ પટેલની યાદીમાં જણાવ્યું છે

પડતર પ્રશ્નોની યાદી :

·        આંગણવાડી કાર્યકર અને હેલ્પરને કેન્દ્ર સરકારે ઓક્ટોબર ૨૦૧૮ થી જાહેર કરેલ પગાર વધારો એરીયર્સ સાથે ચૂકવો

·        ગુજરાત રાજ્યના તમામ બોર્ડ/ નિગમના કર્મચારીઓને સાતમાં પગાર પંચનું ૧૯ માસના એરીયર્સનું તાત્કાલિક ચુકવણું કરવું

·        ગુજરાત રાજ્ય લઘુતમ વેતન બોર્ડની પુનરચના કરવી

·        નગરપાલિકાના કર્મચારીઓને સાતમાં પગારપંચનો લાભ આપવો

·        ગુજરાતના સિમેન્ટ ઉદ્યોગમાં વેજ બોર્ડની અમલવારી કરવી

·        એસટીમાં ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓને સાતમાં પગારપંચનો લાભ આપવો

·        એસટીના જીએસઓ પરિપત્રોમાં કોઈપણ જાતનો સુધારો વધારો કરવો નહિ

·        ગુજરાત રાજ્ય બાંધકામ બોર્ડની રચના કરવી અને બે વર્ષની શૈક્ષણિક સહાય બાકી છે જે સહાયની સત્વરે ચુકવણી કરવી

·        ગુજરાત રાજ્યના બોર્ડ/નિગમોમાં ૧૯૮૮ પછી જે રોજમદારોની ભરતી થયેલ છે તેઓને છઠ્ઠા પગારપંચ અને સાતમાં પગારપંચનો લાભ આપવો

·        ઈ.પી.એફના પેન્શનરોને સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ પેન્શનનો લાભ આપવો

·        સોલ્ટ વર્કસમાં કામ કરતા કામદારોને લઘુતમ વેતનનો વધારો કરવા નોટીફીકેશન તાત્કાલિક બહાર પાડવું

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.