ETV Bharat / state

મોરબીમાં પાયાના પ્રશ્નો વચ્ચે પણ ચીફ ઓફિસર રજા પર, કલેક્ટરને કરાઇ રજૂઆત - Gujarat

મોરબીઃ શહેરમાં ઠેર-ઠેર ગંદકીના ગંજ ખડકાયા છે તેમજ ઉભરાતી ગટર સહિતના પ્રશ્નોથી પ્રજા ત્રાહિમામ છે, ત્યારે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર હાજર થયા બાદ તુરંત મીની વેકેશન પર ગયા છે. જેથી શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગરપાલિકા પ્રમુખ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.

congress
author img

By

Published : Mar 27, 2019, 12:25 PM IST

મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રામજી રબારી, પાલિકા પ્રમુખ કેતન વિલપરા સહિતના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. જેમાં જણાવાયું છે કે, મોરબી શહેરમાં રોડ રસ્તા, ગટર સફાઈ અને લાઈટ જેવી ગંભીર સમસ્યા છે, ત્યારે મોરબી શહેરમાં તાજેતરમાં નિમણુક થયેલા ચીફ ઓફિસર રાવલ 14 માર્ચના રોજ એક દિવસ પૂરતા હાજર થયા અને 15 થી 26 માર્ચ સુધી સળંગ ગેરહાજર રહ્યા હતા. જે કારણે શહેરમાં ભયંકર રોગચાળો, સફાઈના અભાવે ઠેર-ઠેર ગંદકી કચરાના ઢગલા, અંધારપટ અને પીવાના પાણીની ગંભીર સમસ્યાઓ ઉભી થઇ છે.

મોરબીના ચીફ ઓફિસર હાજર થતા સાથે જ મીની વેકેશન માણવા ગયા છે, જેથી પ્રજાના પ્રશ્નો અધ્ધરતાલ થયા હતા અને પ્રજાહિતમાં કોંગ્રેસે આવેદન આપ્યું હતું. જો કે, 15 માર્ચથી ચીફ ઓફિસર રજા પર ગયા બાદ રજા પૂર્ણ થવા આવી ત્યારે કોંગ્રેસને આવેદન આપવાનું યાદ આવ્યું હતું. પ્રજાહિતમાં આવેદન વહેલું પણ આપી શકાય, તેવી ચર્ચા નાગરિકોમાં જોવા મળી રહી છે.

R_GJ_MRB_04_27MAR_CONGRES_CHIF_OFFICER_AAVEDAN_PHOTO_AV_RAVI

R_GJ_MRB_04_27MAR_CONGRES_CHIF_OFFICER_AAVEDAN_SCRIPT_AV_RAVI

મોરબીમાં પાયાના ખદબદતા પ્રશ્નો વચ્ચે ચીફ ઓફિસર રજા પર

તા. ૧૫ થી ૨૬ સુધીનું મીની વેકેશન, કલેકટરને રજૂઆત

        મોરબી શહેરમાં ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયા છે તેમજ ઉભરાતી ગટર સહિતના પ્રશ્નોથી પ્રજા ત્રાહિમામ છે ત્યારે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર હાજર થયા બાદ તુરંત મીની વેકેશન પર ગયા હોય જેથી શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગરપાલિકા પ્રમુખ દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે

        મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારી, પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા સહિતના અગ્રણીઓએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે જેમાં જણાવ્યું છે કે મોરબી શહેરમાં રોડ રસ્તા, ગટર સફાઈ અને લાઈટ જેવી ગંભીર સમસ્યા છે ત્યારે મોરબી શહેરમાં તાજેતરમાં નિમણુક પામેલ ચીફ ઓફિસર રાવલ તા. ૧૪ માર્ચના રોજ એક દિવસ પૂરતા હાજર થયા અને તા. ૧૫ થી ૨૬ સુધી સળંગ ગેરહાજર રહ્યા છે જેને કારણે શહેરમાં ભયંકર રોગચાળો, સફાઈના અભાવે ઠેર ઠેર ગંદકી કચરાના ઢગલા, અંધારપટ અને પીવાના પાણીની ગંભીર સમસ્યાઓ ઉભી થઇ છે ચીફ ઓફિસરે એકાએક કરાર આધારિત તમામ કર્મીઓને છુટા કરવાનો આદેશ આપતા નવા કરાર કે હંગામી કોન્ટ્રાકટર રાખી પ્રશ્નોની નિરાકરણ ના લાવતા સમસ્યાઓ વક્રરતા વિકરાળ રૂપ ધારણ કરેલ છે શહેર ગમે ત્યારે નર્કાગારમાં ધકેલાઈ જવાના કારણે ભયંકર રોગચાળો ફાટી નીકળવાની શક્યતા હોય જેથી વહેલી તકે ચીફ ઓફિસર હાજર થાય અને પ્રશ્નોનું સાથે મળીને નિરાકરણ લાવે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે

 

ચીફ ઓફિસર મામલે રહી રહીને કરાઈ રજૂઆત

        મોરબીના ચીફ ઓફિસર હાજર થતા સાથે જ મીની વેકેશન માણવા ગયા હોય જેથી પ્રજાના પ્રશ્નો અધ્ધરતાલ થયા હોય અને પ્રજાહિતમાં કોંગ્રેસે આવેદન આપ્યું હતું જોકે તા. ૧૫ થી ચીફ ઓફિસર રજામાં ગયા બાદ રજા પૂર્ણ થવા આવી ત્યારે છેક કોંગ્રેસને આવેદન આપવાનું યાદ આવ્યું હતું પ્રજાહિતમાં આવેદન વહેલું પણ આપી સકાય તેમ હોવાની ચર્ચા નાગરિકોમાં જોવા મળી છે

 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.