ETV Bharat / state

મોરબી જિલ્લાના પ્રભારી સચિવ અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

મોરબી જિલ્લાના પ્રભારી સચિવ અને રાજયના મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ મનીષા ચંદ્રાના અધ્યક્ષસ્થાને મોરબી કલેકટર કચેરી ખાતે કોવિડ-19 અન્વયે મોરબી જિલ્લાની આરોગ્ય સેવા-સુવિધા અંગે તેમજ પ્રિમોન્સૂન અને ICDS વિભાગની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

MORBI
મોરબી
author img

By

Published : Jul 4, 2020, 11:28 AM IST

જિલ્લા પ્રભારી સચિવના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

કોવિડ-19 અન્વયે પ્રિમોન્સૂન અને ICDS વિભાગની સમીક્ષા બેઠક યોજાઇ

કલેક્ટરે પ્રિમોન્સૂનની કામગીરીની માહિતી પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરી

મોરબી: જિલ્લાના પ્રભારી સચિવ અને રાજયના મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ મનીષા ચંદ્રાના અધ્યક્ષસ્થાને મોરબી કલેકટર કચેરી ખાતે કોવિડ-19 અન્વયે મોરબી જિલ્લાની આરોગ્ય સેવા-સુવિધા અંગે તેમજ પ્રિમોન્સૂન અને ICDS વિભાગની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

આ પ્રંસગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કતીરાએ મોરબી જિલ્લાની કોવિડ-19 વિષેની સ્થિતિ વિશે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી રજૂ કરી હતી. જેમાં હોસ્પિટલની સંખ્યા, કોવિડ-19ના કેસ, ટેસ્ટિંગ, વેન્ટિલેટર, કન્ટેન્ટમેન ઝોન, બફર ઝોન, હોમ આઇસોલેશન વગેરેનો સમાવેશ થાય છે. કોરોનાનું સંકમણ વધે નહીં અને વધુને વધુ લોકો આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરે તેવી સૂચના પ્રભારી સચિવે ઉપસ્થિત અધિકારીઓને આપી હતી. તેમજ ઈન્ચાર્જ અને અધિક નિવાસી કલેક્ટર કેતન જોષીએ પ્રિમોન્સૂનની કામગીરીની માહિતી પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરી હતી.

આ પ્રસંગે પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જાડેજા સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.