અમદાવાદ: BBA, BCA અને BMS સહિત તમામ કોર્સની નવી કોલેજો શરૂ કરવા માંગતી સંસ્થાઓ માટે મોટા સમાચાર આવી ગયા છે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન દ્વારા આ બધા કોર્સને શરૂ કરવા માંગતી સંસ્થાઓને આગામી 20મી નવેમ્બર સુધી અરજી કરવાની તક મળી રહેલી છે. તથા BBA, BCA ને ચાલુ વર્ષથી કાઉન્સિલના નેજા હેઠળ લીધા બાદ પહેલા વર્ષે મોટી સંખ્યામાં કોલેજોને મંજૂરી આપવામાં આવી હતી. અને હવે ફરીવાર કોલેજોને મંજૂરી માટે અરજીઓ મંગાવવાની શરૂઆત થઈ છે.
નવી કોલેજો શરુ કરવા અરજીઓ મંગાવાઇ: ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા આગામી 2025-26 માટે BBA અને BCA સહિતના તમામ કોર્સની નવી કોલેજોની શરૂ કરવા માંગતી સંસ્થાઓને 20 નવેમ્બર સુધી અરજી કરવાની સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, BBA, BCA કોર્સની કોલેજોને અત્યાર સુધી જે તે યુનિવર્સિટીઓ મંજૂરી આપતી હતી અને હવે ચાલુ વર્ષે આ કોર્સને ટેકનિકલ કોર્સ સાથે મર્જ કરીને હયાત કોલેજો અને નવી કોલેજો માટે કાઉન્સિલ સમક્ષ જવાની સૂચના આપવામાં આવી છે.
GTU એ 30 કોલેજોને મંજૂરી આપી: ગુજરાતમાં જ કાઉન્સિલની મંજૂરી બાદ જીટીયુએ લગભગ 30 થી વધુ BBA, BCA કોલેજોને મંજૂરી આપી હતી. કાઉન્સિલની જાહેરાત પછી હવે આગામી દિવસોમાં યુનિવર્સિટી દ્વારા પણ નવી કોલેજો માટે દરખાસ્તો મંગાવવાની શરૂઆત કરાશે. અત્યારે ડિગ્રી ઇજનેરીમાં દર વર્ષે 25 હજારથી વધુ અને ડિપ્લોમા ઇજનેરીમાં 20,000 થી વધુ બેઠકો ખાલી છે.
એડમિશન પ્રોસેસ પ્રવેશ સમિતિ દ્વારા કરાશે: કાઉન્સિલેશન ચાલુ વર્ષે BBA, BCA કોલેજોની મંજૂરી આપવાની જાહેરાત કરી હતી. જાહેરાત થઈ ત્યાં સુધીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હોવાથી જે તે કોલેજો દ્વારા વિદ્યાર્થીઓ સીધા જ પ્રવેશ ફાળવવામાં આવ્યા હતા અને હવે પછી કાઉન્સિલ દ્વારા જે નવી BBA, BCA કોલેજો અને મંજૂરી આપવામાં આવશે, તે પ્રવેશ પ્રોસેસ ઇજનેરીની જેમ પ્રવેશ સમિતિ દ્વારા જ કરવામાં આવશે.
આ પણ વાંચો: