ETV Bharat / state

'તમારું ખાતું મોટા ફ્રોડમાં વપરાયું છે...' રાજકોટમાં નિવૃત્ત બેંક કર્મીને ડિજિટલ એરેસ્ટ કરીને ઠગોએ 56 લાખ પડાવ્યા

નિવૃત્ત બેંક કર્મચારીને ધરપકડનો ડર બતાવીને ઠગોએ તેમની પાસેથી 56 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ રાજકોટ સાયબર ક્રાઈમમાં નોંધાઈ છે.

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 8, 2024, 3:47 PM IST

રાજકોટ: રાજકોટમાં રહેતા અને બેંકના નિવૃત્ત કર્મચારીને અજાણ્યા નંબરમાંથી કેટલાક શખ્સોએ ફોન કરીને 'તમારા બેંક ખાતામાં 2.5 કરોડ છે અને તમે મની લોન્ડરિંગનો ઉપયોગ કર્યો છે અને તમારું એરેસ્ટ વોરંટ કાઢવામાં આવ્યું છે' તેમ કહીને ડિજિટલ અરેસ્ટ કરીને તેમની પાસેથી ઓનલાઈન 56 લાખ પડાવી લીધાની ફરિયાદ કરતા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધ્યો છે.

પોલીસ બનીને ઠગોએ ફોન કર્યો
વિગતો મુજબ, રાજકોટમાં ઢેબર રોડ નજીક હસનવાડીમાં રહેતા અને અગાઉ સુરતમાં બેંકમાં નોકરી કરતા અને હાલ નિવૃત્ત જીવન જીવતા પૂર્વ બેંક કર્મચારીએ ફરિયાદ કરી હતી. જેમાં ચાર અજાણ્યા શખ્સના નામ આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.11-7ના રોજ મારી પત્ની સાથે હોસ્પિટલમાં હતો ત્યારે કોઇ અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો. સામેની વ્યક્તિએ કહ્યું કે, હું પોલીસ ઇન્સ્પેક્ટર બોલું છું અને તમારા વિરુદ્ધ મુંબઇ તિલકનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. વધુ માહિતી માટે અમારા વિનાયક સરનો મોબાઇલ નંબર પર કોલ કરી માહિતી લેવા જણાવ્યું હતું.

મની લોન્ડરિંગમાં સંડોવણી હોવાનું કહીને ડરાવ્યા
ત્યાર બાદ અન્ય નંબરમાંથી વોટસપ કોલ આવ્યો હતો. જેમાં તે વ્યક્તિએ 'તમારા આધારકાર્ડ પર કેનેરા બેંકમાં એકાઉન્ટ ખૂલ્યું છે. જેમાં એકાઉન્ટ બેલેન્સ 2.5 કરોડ છે અને તમારું આ બેંક એકાઉન્ટ મોટા ફ્રોડમાં વપરાયું છે. તેમજ મની લોન્ડરિંગમાં ઉપયોગ થયું છે. તમારું વોરંટ કાઢવામાં આવ્યું છે અને નરેશ ગોયેલ નામના વ્યક્તિએ 247 લોકો સાથે ફ્રોડ કર્યું છે. તેમાં તમે પણ સંડોવાયા છો તેમ કહ્યું હતું. ત્યારબાદ અજાણી વ્યક્તિ દર બે કલાકે વોટ્સએપ કોલ કરી રિપોર્ટ કરવાનું કહેતો હતો.

બાદમાં વધુ એક નંબરમાંથી કોલ આવ્યો અને સેબીનો એન્ટિ મની લોન્ડરિંગ બાબતનો લેટર તથા ડાયરેક્ટર ઓફ એન્ફોર્સમેન્ટ તેમજ આર.બી.આઇ. અને કેનેરા બેંકનું મારા નામવાળુ એટીએમ કાર્ડ તેમજ કેનેરા બેંકનું મારા નામવાળુ સ્ટેટમેન્ટ વગેરે મારા નામવાળા ડોક્યુમેન્ટ મને વોટ્સએપ મારફતે મોકલ્યા હતા. દરમિયાન મારી માલિકીની તમામ મિલકત તથા મારા તમામ બેંક એકાઉન્ટમાં પડેલા નાણાં તેમજ મેં કરેલા મ્યચ્યુલ ફંડના રોકાણ બાબતેની માહિતી તથા સ્ટોક માર્કેટમાં કરેલા ઇન્વેસ્ટમેન્ટ બાબતેની તમામ માહિતી મારી પાસે માગતા હતા. જેથી તે આપી હતી.

કોસ વેરિફિકેશનના નામે પડાવ્યા 56 લાખ
ત્યારબાદ વધુ એક નંબરમાંથી ફોન આવ્યો હતો અને તમારી મની લોન્ડરિંગમાં સંડોવણી છે કે નહીં જે બાબતે ક્રોસ વેરિફિકેશન માટે નાણાં ટ્રાન્સફર કરવા કહ્યું હતું, જેથી 56 લાખ તેને મોકલેલા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં છ દિવસ બાદ જવાબ નહીં મળતા તેને ફોન કર્યા હતા, પરંતુ કોઇ કોન્ટેક થતો ન હતો. આથી નિવૃત્ત બેંક કર્મચારીએ પૌત્રને વાત કરી હતી અને આ બાદ તેમની સાથે ફ્રોડ થયાનું જણાતા ઓનલાઇન ફરિયાદ બાદ સાયબર ક્રાઇમ પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. આ મામલે હવે પીએસઆઇ જાડેજાએ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:

  1. રાજકોટ AIIMS ને જાણે લૂણો લાગ્યો ! ખાલી પડેલા મહત્વના ચાર પદનો મામલો શું ?
  2. 60 કિલો ઘી, 50 કિલો ખાંડ... જલારામ બાપાની 225મી જન્મજયંતિ નિમિત્તે ભુજમાં 225 કિલોનો બુંદીનો લાડુ બનાવાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.