- મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે કચ્છનો એક શખ્સ ઝડપાયો
- વિભાનસભાની પેટા ચૂંટણીનો માહોલ
- મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો
મોરબીઃ વિભાનસભાની પેટા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે મોરબી-કંડલા બાયપાસ રોડ પર જૂની RTO ઓફીસ નજીક આવેલા પુલના છેડા પાસેથી સ્કોર્પીયો કારમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ અને કાર સહિત રૂપિયા 2.28 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને મોરબી LCBએ ઝડપી લીધો હતો.
બાતમીના આધારે આરોપીની ધરપકડ
બનાવની મળતી વિગત મુજબ જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા સુચના મુજબ હાલમાં મોરબી માળિયા મિયાણા વિસ્તારની વિધાનસભાની સામાન્ય પેટા ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પુરી થાય તે માટે મોરબી જિલ્લામાં પ્રોહી-જુગારની બદી નેસ્ત નાબુદ કરવા વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર LCB મોરબી જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા LCB મોરબીના ઇશ્વરભાઇ કલોતરા તથા ભરતભાઇ જીલરીયા ખાનગી બાતમી મળેલી કે, સ્કોર્પીયો કારચાલક અંગ્રેજી દારૂનો જથ્થો ભરી રવિરાજ ચોકડીથી મોરબી તરફ જવાનો છે.
કુલ મુદ્દામાલ 2,28,800/- એકની ધરપકડ
જેથી મોરબી કંડલા બાયપાસ રોડ ઉપર જૂની RTO ઓફીસ નજીક આવેલા પુલના છેડે પાસે LCB પોલીસ સ્ટાફ તપાસમાં હતા. તે દરમિયાન આરોપી રવિરાજસિંહ દાદુભા જાડેજાની કારમાંથી ઇંગ્લિશ દારૂની બોટલો નંગ 96 કિંમત રૂપિયા 28,800 તથા સ્કોર્પીયો કાર કિંમત રૂપિયા 2,00,000 મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 2,28,800/- સાથે આરોપીને પકડી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવામાં આવ્યો હતો.