- મોરબી જિલ્લાના ગામડાંઓ એલર્ટ પર
- મચ્છુ-2 ડેમ ઓવરફલો થતા 31 ગામડાંઓને એલર્ટ
- મચ્છુ -2 ડેમ 100 ટકા ભરાઈ ગયો
મોરબીઃ મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફલો થતા 31 ગામડાંઓને એલર્ટ કરવામાં આવ્યાં છે. મોરબી શહેરની જીવાદોરી સમાન મચ્છુ -2 ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. જેથી આજે ડેમના 5 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, મચ્છુ -2 ડેમના દરવાજા ખોલવામાં આવતા મોરબી અને માળિયા તાલુકાના ગામડાં ઓને એલર્ટ આપવામાં આવ્યું છે.
ભારે વરસાદના કારણે પાણીની આવક
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની સતત આવક થઇ રહી છે. સૌની યોજનો મધર ડેમ ઓવરફલો થતા અન્ય જીલ્લા માટે રાહત થઈ છે. ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા મોરબીવાસીઓ માટે હલ થઇ છે. મોરબી જીલ્લામાં ત્રણ દિવસ વરસાદી માહોલ સર્જાયો હતો, અને ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે જિલ્લાના ડેમોમાં નવા નીરની આવક થઇ છે, જેના પગલે મચ્છુ- 1 ડેમ ઓવરફલો થયા બાદ મચ્છુ -2 ડેમ પણ ઓવરફલો થયો છે. શુક્રવારે બપોરે સુધીમાં મચ્છુ- 2 ડેમ ઓવરફલો થઇ ગયો છે. જેના કારણે ડેમના 5 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. મચ્છુ - 2 ડેમ સંપૂર્ણ ભરાઈ જતા મોરબીવાસીઓને પાણી અને સિંચાઈની સમસ્યા હાલ થઇ છે. મચ્છુ -2 ડેમ સૌની યોજનો મધર ડેમ હોવાથી અન્ય પાંચ જિલ્લાની પણ પાણીની સમસ્યા હલ થઇ છે.
મોરબી તાલુકાના 17 ગામો એલર્ટ પર
મચ્છુ - 2 ડેમ ઓવરફલો થતા મોરબી તાલુકાના 17 ગામો એલર્ટ આપવામાં આવ્યાં છે. ડેમ ઓવરફલો થતા દરવાજા ખોલવાની ફરજ પડી છે, ત્યારે મોરબી અને માળિયા તાલુકાના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં મોરબી તાલુકાના અમરેલી, ભડીયાદ, ધરમપુર, ગોરખીજડીયા, ગુંગણ, જોધપુર, જુના સાર્દુળકા, લીલાપર, પાનસર, મોરબી, નારણકા, નવા સાર્દુળકા, રવાપર (નદી), રવાપર, ટીંબડી, વનાળિયા અને વજેપર ગામને એલર્ટ કરાયા છે.
માળિયા તાલુકાના 15 ગામો એલર્ટ અપાયું
મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ૧૫ ગામો એલર્ટ અપાયું છે, તેમજ માળીયા મિયાણા તાલુકાના બહાદુરગઢ, દેરાળા, ફાટસર, હરિપર, જુના નાગડાવાસ, મહેન્દ્રઢ, માળીયા-મિયાણા, મેઘપર, નવાગામ, નવા નાગડાવાસ, રાસંગપર, સોખડા, વિરવદરકા, ફતેપર અને અમરનગર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ કચ્છના રણમાં વરસાદી પાણી ભરાતા સફેદ રણનો નજારો જામશે મોડો
આ પણ વાંચોઃ રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી નોંધણી પ્રક્રિયા આવતીકાલથી શરૂ થશે