ETV Bharat / state

હાઈકોર્ટની સંમતિ બાદ બેચરાજી APMCમાં બાકી રહેલ મતગણતરી આવતીકાલે કરવામાં આવશે

મહેસાણા જિલ્લાના બહુચરાજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી ભારે વિવાદો વચ્ચે 22 સપ્ટેમ્બરે પૂર્ણ થઈ હતી. આવતીકાલની મત ગણતરી નક્કી કરશે કે એપીએમસીમાં સત્તાનું સુકાન કોણ સંભાળશે. આવતી કાલે ખેડૂત વિભાગની 10 મંડળીની મત ગણતરી થશે.

author img

By

Published : Nov 30, 2020, 6:20 PM IST

બેચરાજી APMCમાં બાકીની મતગણતરી આવતીકાલે થશે

  • બેચરાજી APMCમાં બાકીની મત ગણતરી હાઈકોર્ટની સંમતિથી કાલે થશે
  • સવારે 9 કલાકે મત ગણતરી શરૂ થઈ જશે
  • ખેડૂત વિભાગની 10 મંડળીની મત ગણતરી થશે
  • મત ગણતરી પૂર્વ ગૃહ પ્રધાન રજની પટેલ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન
  • વેપારી વિભાગની 5 બેઠક અગાઉ વર્તમાન ચેરમેન વિઠ્ઠલ પટેલનું જૂથ જીતી ચૂક્યું છે

મહેસાણાઃ મહેસાણા જિલ્લાના યાત્રાધામ બહુચરાજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી ભારે વિવાદો વચ્ચે 22 સપ્ટેમ્બરે પૂર્ણ થઈ હતી. બહુચરાજી માર્કેટ યાર્ડના ઈતિહાસમાં પ્રથમ વાર યોજાયેલી ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠક, વેપારી વિભાગની 4 અને સહકાર વિભાગની 1 બેઠકની ચૂંટણી યોજવામાં આવી હતી. બહુચરાજીના સહકારી અગ્રણી વિઠ્ઠલ પટેલ અને પૂર્વ ગૃહપ્રધાન રજની પટેલ જૂથ વચ્ચે યોજાયેલી ચુંટણી વેપારી વિભાગની તમામ 4 બેઠકો વિઠ્ઠલ પટેલ જૂથ જીતી ચુક્યું છે, પરંતુ હાઈકોર્ટમાં કરવામાં આવેલી રિટ બાદ હાઈકોર્ટના હુકમથી આવતીકાલ 1 ડિસેમ્બરે બહુચરાજી માર્કેટ યાર્ડના ખેડૂત વિભાગની 10 બેઠકની મત ગણતરી હાથ ધરવામાં આવશે. ખેડૂત વિભાગમાં 302માંથી 294 મતદારોએ મતદાન કર્યું છે ત્યારે મહેસાણા જિલ્લા રજીસ્ટ્રારની ઉપસ્થિતિમાં આવતીકાલે સવારે 11 વાગે મતગણતરી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.