- મહેસાણા પોલીસે શસ્ત્રપૂજન કર્યું
- અશ્વોદળની પણ પૂજા કરાઈ
- આજના દિવસે છે શસ્ત્ર પૂજન કરવાનો ખાસ મહિમા
મહેસાણાઃ વિજયદશમીનો પર્વ એટલે માતાજીના નવલા નોરતાના અંતે દેવી શક્તિની પૂજા અર્ચનાનો વિશેષ દિવસ માનવામાં આવે છે. ત્યારે આજે રવિવારના રોજ હિન્દૂ ધર્મ સાથે જોડાયેલી અનેક પરંપરાઓ અને ધાર્મિક વિધિ વિધાન પ્રમાણે દિવસ દરમિયાન માતાજીના હવન પૂજન સાથે રાજા રજવાડાઓ સમયથી ચાલી આવતી શસ્ત્રપૂજનની પરંપરા પ્રમાણે મહેસાણા પોલીસ હેડક્વાટર ખાતે ઉજવવામાં આવી હતી.
મહેસાણા જિલ્લા પોલીસ વડા શસ્ત્રપૂજા અને હવનની પરંપરાના સાક્ષી બન્યામહેસાણા જિલ્લા પોલીસ હેડ કોટર ખાતે છેલ્લા ગણા વર્ષોથી શસ્ત્રપૂજાનની પરંપરા ચાલી આવે છે. ત્યારે વર્તમાન જિલ્લા પોલીસ વડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ અને તેમના તમામ પોલીસ સ્ટાફ દ્વારા માતાજીની પૂજા, હવન મંત્રોચ્ચાર સાથે શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી.
મહેસાણા પોલીસના શસ્ત્રપૂજામાં અનેક પ્રકારના હથિયાર જોવા મળ્યામહેસાણા જિલ્લા પોલીસ દ્વારા ચાલુ વર્ષે પણ દશેરાના દિવસે શસ્ત્રપૂજન કરતા જિલ્લા પોલીસને મળેલા શસ્ત્રો પૈકી ઇન્સાસ રાયફલ, SLR રાયફલ, SIG રાયફલ, અમોઘ રાયફલ, X-કેલીબર રાયફલ, કાર્બાઇન મશીનગન, MP5 રાયફલ, ગ્લોક પીસ્ટલ, AK47, સહિતના શસ્ત્રોની પૂજા કરી માતાજીને પ્રાર્થના કરાઈ હતી. આમ શસ્ત્રપૂજન થકી સદેવ શસ્ત્રો દેશની અને જવાનોની સુરક્ષા કાજે મુસીબતો સામે લડવા ઉપયોગી બની અને શક્તિ પ્રદાન કરે તેવા આશિષ માંગવામાં આવ્યા હતા.
મહેસાણા પોલીસે શાસ્ત્રપૂજન કર્યું દશેરાએ મહેસાણા પોલીસ દ્વારા અશ્વોદળની પૂજા કરાઈમહેસાણા જિલ્લા પોલીસ દ્વારા અશ્વોની પૂજા કરવામાં આવી હતી. અશ્વદળ પોલીસની શાન વધારી રહ્યું છે ત્યારે દશેરા નિમિતે અશ્વોની પણ મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા પૂજનવિધિ કરવામાં આવી હતી.