મહેસાણા: જિલ્લામાં ચાલુ વર્ષે મોઘરાજા મહેરબાન થયા છે. જેના કારણે ચોમાસાના શરૂઆતમાં જ 80 ટકા વરસાદ નોંધાયો છે. આ વરસાદના કારણે શાકભાજીના વાવેતરમાં સીધી અસર થઇ છે. જિલ્લાના શાકભાજીમાં વરસાદી પાણી ફરી વળતાં શાકભાજીની કિંમતમાં ધરખમ વધારો થયો છે.
મહેસાણાના શાકભાજી બજારોમાં હોસલેસ અને રિટેલ ગવાર, ભીંડા, રીંગણ વગેરે જેવા શાકભાજીની કિંમત ડબલ થઇ છે. તો બીજી તરફ શાકભાજીમાં આવેલી મોંઘવારીના કારણે સીધી અરસ ગ્રાહકો પર જોવા મળી રહી છે. જે શાકભાજી 3 મહિના અગાઉ 20થી 40 રૂપિયા કિલો મળતાં હતાં, તે શાકભાજી અત્યારના સમયે 70થી 120 રૂપિયા કિલોના હિસાબે મળે છે.
મહેસાણા શાકભાજી બજારની મુલાકાત લેતા હોલસેલર અને રિટેલર વેપારીઓએ આ અંગે જણાવ્યું હતું કે, વરસાદને પગલે શાકભાજીનું ઉત્પાદન ઘટ્યું હોવાથી કિંમતમાં વધારો થયો છે. જ્યારે હીજી તરફ ગ્રાહકો પણ 3 મહિનામાં શાકભાજીના વધી રહેલા ભાવને પગલે અસમનજસ અનુભવી રહ્યા છે.
મહેસાણા જિલ્લામાં વર્ષ 2018-19માં 21,040 કિલો શાકભાજીનું ઉત્પાદન થયું હતું, તો વર્ષ 2019-20માં અંદાજે 20,894 કિલો ઉત્પાદન નોંધાયું હતું. જો કે, ચાલુ વર્ષે તંત્રના સર્વે બાદ ઉત્પાદનના આંકડા સામે આવશે, ત્યારે શાકભાજીમાં થયેલું નુકસાન સામે આવશે.