મહેસાણાઃ સામાન્ય રીતે ઉત્તરાયણનો તહેવાર મોજશોખ સાથે પૂરો થતો હોય છે, પરંતુ તહેવારમાં ઉપયોગમાં લેવાયેલી દોરીના ગુચ્છા જ્યાંત્યાં લટકતા હોવાથી ઉત્તરાયણ પછી પણ પક્ષીઓ, પ્રાણીઓ સહિતના જીવો માટે તે (Mehsana trader's bird rescue plan) ઘાતક સાબિત થતા હોય છે. તેવામાં મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના એક જીવદયાપ્રેમી બેકરીના દુકાનદારે આ દોરીઓને એકત્ર (Take away the useless kite string and take the cake) કરી નાશ કરવા માટે અનોખો પ્રયાસ (Unique Scheme of Mehsana Merchant) હાથ ધર્યો છે.
આ પણ વાંચો- એક તરફ ખાખીનો ખોફ તો, બિજી તરફ જીવદયા પ્રેમી એવા સુરતના IPS ઉષા રાડા વિશે જાણો...
1 કિલો દોરી સામે 250 ગ્રામ કેક મળે છે
દુકાનદારે 13 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી સુધી 5 દિવસ આ સ્કીમ (Unique Scheme of Mehsana Merchant) શરૂ કરી છે. આ દિવસ દરમિયાન જે વ્યક્તિ નકામી દોરી દુકાન પર આપે તો તેને 1 કિલો દોરીની સામે 250 ગ્રામ કેક આપવામાં આવે છે. જ્યારે ઓછી દોરી લાવનારા લોકોને પેસ્ટ્રી આપવામાં આવે છે. લોકો પણ વેપારીની આ સ્કીમથી આકર્ષાઈ રહ્યા છે. એટલે નાના બાળકોથી લઈને મોટી વયના લોકો ધાબા, રસ્તામાંથી બિનજરૂરી દોરી એકત્રિત કરી આ દુકાનમાં પહોંચાડી (Unique Scheme of Mehsana Merchant) રહ્યા છે.
![લોકોએ બિનજરૂરી દોરી એકઠી કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14206662_msnjivdaya_b_7205245.jpg)
આ પણ વાંચો- શ્વાનનું ખસીકરણ કરતી એજન્સીને એનિમલ વેલ્ફેર બોર્ડે ફટકારી નોટિસ
વેપારી દર વર્ષે ઉત્તરાયણ પછી આ સ્કીમ લાવે છે
આમ, વેપારી રાજેશ પ્રજાપતિ દર વર્ષે ઉત્તરાયણ બાદ 400 કિલો જેટલી દોરી એકત્રિત કરી તેનો નાશ કરે છે. આ રીતે એક જીવદયાપ્રેમી દ્વારા અનેક જીવોને ઘાતકી દોરીનો શિકાર બનતા બચાવી શકાય તેવો પ્રેરણાદાયી પ્રયાસ (Unique Scheme of Mehsana Merchant) કરવામાં આવી રહ્યો છે.