ETV Bharat / state

મહેસાણાના યુવા ખેડૂતે વિદેશમાં કૃષિજ્ઞાન મેળવી સ્વદેશની ધરતી મહેકાવી - મહેસાણાનો યુવા ખેડૂત

મહેસાણા: કૃષિપ્રધાન ગણાતાં દેશમાં દિવસેને દિવસે ખેતી મહત્વ ઘટી રહ્યું છે. કારણ કે, આજનો ભણેલો ગણેલો વર્ગ ખેતીને અભણનું કાર્ય ગણે છે. ખેતી એટલે ગામડામાં રહેતા ગરીબ અને અભણ વ્યક્તિનું કામ. પરતું આ માનસિકતાને કેટલાંક યુવા અને શિક્ષિત ખેડૂતોએ ખોટી ઠેરવી છે. આજે આપણે એવા જ યુવા ખેડૂતની વાત કરવાના છે. જે વિદેશમાંથી કૃષિ અભ્યાસ કરીને સ્વદેશની ધરતીને મહેકાવી રહ્યો છે.

મહેસાણાના યુવા ખેડૂતે વિદેશમાં કૃષિજ્ઞાન મેળવી સ્વદેશની ધરતી મહેકાવી
author img

By

Published : Nov 22, 2019, 10:51 PM IST

મહેસાણાના વિસનગર તાલુકામાં આવેલાં રંગાકુઈ ગામના રહેતા વિજય ચૌધરી જે 6 વર્ષ ઓસ્ટ્રેલિયામાં રહીને કૃષિ ક્ષેત્રે ટેક્નોલોજીથી વિદેશી ખેતીનું શિક્ષણ મેળવ્યું અને સ્વદેશ ફરી પિતાની લાકડી બન્યો. સામાન્ય રીતે લોકોનું વિદેશમાં અભ્યાસ કરીને ત્યાં જ સ્થાયી થવાનું સ્વપ્ન હોય છે. પરતું વિજયનું સપનું સામાન્ય યુવાન કરતાં અલગ હતું. તેણે સ્વદેશ ફરીને પિતાને ખેતીમાં મદદ કરવી હતી. લોકોને વૈજ્ઞાનિક ખેતીનું મહત્વ અને લાભ જણાવી વૈજ્ઞાનિક ખેતીથી થતાં ફાયદાથી અવગત કરવા હતા.

મહેસાણાના યુવા ખેડૂતે વિદેશમાં કૃષિજ્ઞાન મેળવી સ્વદેશની ધરતી મહેકાવી

બસ, આ સપનાને આંખોમાં લઈ તે મહેસાણા પરત ફર્યો અને પિતાની સાથે ખેતી કાર્ય અને પશુપાલનમાં જોડાયો. આજે તે પિતા સાથે રહીને ખેતી કામમાં મદદ કરી રહ્યો છે. સાથે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઓછી મહેનતે સારી આવક પણ મેળવી રહ્યો છે. વિજય છેલ્લા 4 વર્ષથી પોતાના ગામમાં ખેતી કરી રહ્યો છે. પશુપાલનમાં વિદેશી યંત્રોનો ઉપયોગ દ્વારા તે ઓછા સમયમાં એક સાથે વધુ ગાયોને દોહવાનું કામ કરે છે. પશુના છાણ-મૂત્રમાં બનતા જૈવિક ખાતરને પોતાના ખેતરમાં વાવેલા પાકમાં ઉપયોગ કરે છે. આમ, વિદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરી તે પશુપાલન ક્ષેત્રે સારી એવી આવક મેળવી રહ્યો છે.

Intro:મહેસાણાના યુવા ખેડૂતે વિદેશમાં કૃષિજ્ઞાન મેળવી સ્વદેશમાં ધરતીની મહેક વધારીBody:

એન્કર- કહેવાયું છે ને કે મન હોય તો માંડવે જવાય બસ તે જ રીતે જીવનમાં કોઈ ક્ષેત્રે સફળતા મેળવવી હોય તો તેમા રુચિ હોવી ખૂબ આવશ્યક છે અને આ જ સંજોગો સાથે જીવનની સફર પર સફળતા પ્રાપ્ત કરવા નીકળેલ મહેસાણાના એક યુવા ખેડૂતે હાંસલ કરી છે વિદેશી જ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજીના અભ્યાસ થકી પોતાના સ્વદેશમાં કૃષિ ક્રાંતિ....

વિઓ...મહેસાણા જિલ્લામાં આવેલ વિસનગર તાલુકાના રંગાકુઈ ગામે રહેતા એક ચૌધરી પરિવારમાં આજે કૃષિ ક્ષેત્રે એક હરિયાળી ક્રાંતિ જોવા મળી રહી છે આ પરિવાર પાસે 25 વિઘા જેટલી ખેત ઉપયોગી જમીન છે તો મોટી સંખ્યામાં પશુઓ રાખી પશુપાલન પણ કરાઈ રહ્યું છે ત્યારે આજે બદલતા સમય સાથે થઈ રહેલા શહેરીકરણના સામે ગમડાની મહેક મહેકાવતા આ એક યુવા ખેડૂતે જીવનના પડાવમાં વિદેશ પ્રવાસ કરતા કૃષિ ક્ષેત્રે ઓસ્ટ્રેલિયામાં જઈ વિજ્ઞાન અને ટેકનોલોજી થકી થતી વિદેશી પદ્ધતિની ખેતીનું જ્ઞાન ત્યાંના શિક્ષણ થકી મેળવ્યું છે ત્યારે સામાન્ય રીતે લોકો વિદેશમાં અભ્યાસ કરી વિદેશમાં સ્થાયી થતા હોય છે જ્યારે આ યુવાને જ્ઞાન વિદેશી મેળવ્યું પરંતુ પોતાના સ્વદેશની માટીની મહેક વધારવા અને ગ્રામ્ય વિસ્તારમાં કૃષિને પ્રોત્સાહિત કરવા પોતે વિદેશી કૃષિ શિક્ષણ સાથે પોતાના વતનમાં જ ખેતી કરવાનું શરૂ કર્યું આજે સમાજ જયારે શહેરીકરણ અને ઓફિશિયલ જીવન જીવવામાં ઘેલું બન્યો છે ત્યાં આ યુવક પોતાની પત્ની અને બાળકો સાથે વતનમાં સંયુક્ત કુટુંબમાં રહી અદ્યતન ખેતી કરી રહ્યોં છે

રંગાકુઈ ગામના આ યુવાને 6 વર્ષ ઓસ્ટ્રેલિયામાં કૃષિ શૈક્ષણ મેળવી છેલ્લા 4 વર્ષ થી પોતાના ગામમાં જ રહી પિતા અને પરિવારને અદ્યતન ખેતી અને પશુપાલન કરવામાં મદદરૂપ થઇ રહ્યો છે જેમાં પશુઓને વેદીશી પદ્ધતિમાં ટેક્નોલોજોની મદદ થકી યંત્રોનો ઉપયોગ કરી દોહવામાં આવે છે તો મુક્ત વાતાવરણમાં પશુઓને રાખી તેમના છાણ મૂત્ર માંથી બનેલા જૈવિક ખાતરનો તે પોતાના ખેતરમાં વાવેલા પકનું સારું ઉત્પાદન થાય તે માટે ઉપયોગ કરે છે આ યુવા ખેડૂતના મત મુજબ વિદેશમાં ભલે વધુ રૂપિયા કમાવી શકાય પરંતુ વતનમાં રહી સંયુક્ત પરિવારમાં રહેવું એ ગણું છે આમ આજે આ યુવક ગામના અન્ય યુવાનો માટે ગ્રામ્ય જીવન અને વતન પ્રેમનું પ્રેરણાદાયી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે

બાઈટ 01 : વિજય ચૌધરી, વિદેશ થી પરત આવેલ યુવા ખેડૂત

આ યુવા ખેડૂતના પિતા એ પોતાના દીકરાને સામાન્ય માતા પિતાની જેમ વિદેશ માં ભણી પોતાનું ભવિષ્ય ઉજળું કરે તેવા સ્વપ્ન જોયા હતા જે આજે કંઈક એ રીતે સાકાર થઈ રહ્યા છે કે તેમનો દીકરો પરિવાર અને ગામડાની રીતભાત પ્રમાણે ખેતી અને પશુપાલન કરતા પરિવારને સારી આવક અપાવી રહ્યો છે

બાઈટ 02 : કીર્તિભાઈ ચૌધરી , ખેડૂતના પિતાConclusion:રોનક પંચાલ, ઇટીવી ભારત, મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.