- 2018માં પડેલ LRD ભરતી પરીક્ષા પાસ ઉમેદવારોના ભાવિ અધ્ધરતાલ
- મહિલા અને પુરુષ ઉમેદવારનો રેસ્યો જળવાયો ન હોવાનો ઉમેદવારોનો આક્ષેપ
- સરકાર પુરુષ ઉમેદવારો સાથે અન્યાય કરતી હોવાને લઇ ન્યાય માટે માંગ
મહેસાણા : જિલ્લામાં છેલ્લાં ઘણાં સમયથી LRD પરીક્ષા પાસ ઉમેદવારો નોકરીની આશાએ બેકાર બેઠા છે. ત્યારે LRDની ભરતી મામલે સરકારની ઢીલી નીતિ હોવાનું જણાવતા LRD ભરતી માટેના પુરુષ ઉમેદવારો સરકાર સામે નારાજગી જતાવતા મહેસાણા કલેકટરને આવેદનપત્ર પાઠવી 10 દિવસમાં ન્યાય આપવા માંગ કરી છે. જો ન્યાય નહિ મળે તો ઇચ્છા મૃત્યુ માટેની અરજી કરાઈ છે.
સરકારથી નારાજ ઉમેદવારોએ 10 દિવસમાં ન્યાય આપવા કલેકટરને કરી રજુઆત
રાજયમાં સરકારી નોકરીઓ હવે ખાનગી એજન્સીઓ અને કોન્ટ્રાકટ પદ્ધતિમાં મુકાઈ ગઈ છે. ત્યારે શિક્ષિત યુવાઓ યોગ્ય સ્થાને નોકરી મળે તે માટેના અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. જોકે, આજની સ્થિતિ શિક્ષિત બેરીજગરોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં વર્ષ 2018માં LRD માટેની ભરતી પ્રક્રિયા અંતર્ગત લેવાયેલ પરીક્ષામાં પાસ થયેલા રાજ્યના પુરુષ ઉમેદવારો આજ દિન સુધી ભરતી ન થવાને કારણે બેકાર બેઠા છે.
RD પુરુષ ઉમેદવારોની ભરતી કરવા મામલે રજુઆત
છેલ્લા 2 વર્ષથી LRD પુરુષ ઉમેદવારોની ભરતી પ્રકિયા આગળ વધે તેવી માંગ સાથે સરકારમાં અનેક રજુઆત કરતા આ ઉમેદવારો સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય ન લેવાતા પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે મહેસાણા ખાતે LRDના ઉમેદવારો દ્વારા કલેકટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપતા LRD પુરુષ ઉમેદવારોની ભરતી કરવા મામલે રજુઆત કરી છે. તો પોતાની સાથે થયેલા અન્યાયમાં સરકારની ભૂમિકા સ્પષ્ટ કરતા સરકારે મહિલા LRD ઉમેદવારોની ભરતી કરી દીધી છે. સામે 33 અને 67 પુરુષોની ભરતીનો રેસ્યો જળાવ્યો ન હોવાનો આક્ષેપ સરકાર સામે કર્યો છે. આ તમામ પરિસ્થિતિથી તંગ બનેલા LRD પુરુષ ઉમેદવારો દ્વારા 10 દિવસમાં યોગ્ય ન્યાય આપવા રજુઆત કરતા ઇચ્છા મૃત્યુની પણ માંગ કરી છે.