પૌરાણિક નગરી વડનગરમાં આજે હજારોની સંખ્યામાં લાખો શ્રદ્ધાળુઓ દૂર-દૂરથી હાટકેશ્વર દાદાના મંદિરે દર્શન કરવા આવતા પાંગણમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. મહત્વનું છે કે, આ પૌરાણિક મંદિરમાં હટક એટલે સોનુ અને સુવર્ણના અધિપતિ એવા હાટકેશ્વર દાદાના પૌરાણિક શિવલિંગ આવેલું હોવાથી દર્શનનો વિશેષ મહિમા જોડાયેલો છે.
આ મંદિરમાં પાંડવો, રાજાઓ અને રાજનેતાઓથી લઈને દેશ વિદેશના લોકોએ દર્શન કરી શિવ પૂજાનો લાભ લીધો છે. આજે મંદિરમાં પૂજારીઓ દ્વારા શિવલિંગને વિવિધ જળ, દૂધ, પંચામૃતથી વિધિવત રીતે અભિષેક કરી બીલીપત્ર, અબીલ-ગુલાલ અને ફૂલોનો શણગાર કરવામાં આવે છે.
દાદાનું મનમોહક સ્વરૂપના દર્શન કરી ભક્તો પ્રસન્નતા અનુભવે છે. આ સાથે જ અહીં શિવ આરાધના અને આરતીનો લ્હાવો લઈ દર્શનાર્થીઓ ધન્યતા અનુભવે છે, ત્યારે ખાસ શિવરાત્રી એ વડનગરના પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરે દાદાના દર્શને ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે.