મહેસાણા : હાલ દેશવ્યાપી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મહેસાણા જિલ્લામાં પણ વિવિધ વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી લોકોને સરકારની યોજનાઓ અંગે માહિતી આપવામાં આવે છે. ત્યારે વિસનગર તાલુકાના સદુથલા ગામે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા આવી પહોંચ્યા હતા.
મુખ્યપ્રધાનનું અચાનક આગમન : મહેસાણા જિલ્લાના વિવિધ તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. ત્યારે વિસનગર તાલુકાના સદુથલા ગામ ખાતે ગતરોજ 10 ડિસેમ્બર, રવિવારના રોજ અચાનક મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું આગમન થયું હતું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રવિવારે સવારે કોઈ જ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વગર ઓચીંતા વિસનગર તાલુકાના સદુથલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા આવી પહોંચ્યા હતા.
જનતા વચ્ચે જનપ્રતિનિધિ : આ પ્રસંગે મુખ્યપ્રધાને લાભાર્થીઓને લાભ સહાય વિતરણ કર્યું હતું. ઉપરાંત ગ્રામજનો સાથે વાતચીત કરીને કેન્દ્ર સરકારની વિવિધ જનહિત યોજનાઓ તેમજ રાજ્ય સરકારની યોજનાનો વ્યાપક લાભ જન જન સુધી પહોંચાડવા આ યાત્રા યોજાઈ રહી છે તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
ઘરે બેઠા સરકારની યોજનાઓ લાભ મળે તે દિશામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા છેવાડાના માનવી સુધી પહોંચી છે. સરકારની યોજનાના લાભ થકી લાભાર્થીના જીવનમાં સામાજિક પરિવર્તન આવ્યા છે. -- ભૂપેન્દ્ર પટેલ (ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન)
મેરી કહાની મેરી જુબાની : સદુથલામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થયેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ પણ કર્યું હતું. ઉપરાંત આ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ તેમને મળેલા લાભથી પોતાના જીવનમાં આવેલ પરિવર્તન ની વાત મેરી કહાની મેરી જુબાની અંતર્ગત રજૂ કરી હતી. સરકારની યોજનાના લાભ થકી લાભાર્થીના જીવનમાં સામાજિક પરિવર્તન આવ્યા છે.
સીએમનું ઉદબોધન : આ તકે ઉપસ્થિત જનતાને સંબોધતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ઘરે બેઠા સરકારની યોજનાઓ લાભ મળે તે દિશામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા છેવાડાના માનવી સુધી પહોંચી છે. સરકારની યોજનાના લાભ થકી લાભાર્થીના જીવનમાં સામાજિક પરિવર્તન આવ્યા છે. છેવાડાના માનવીને સરકારની યોજનાનો લાભ અને વિકાસની ગેરંટી માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર પ્રતિબદ્ધ છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા : ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધારીને 100 ટકા જનતા સુધી પહોંચાડવાના હેતુથી 15 નવેમ્બર 2023 ના રોજ દેશવ્યાપી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ યાત્રા અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણ યોજનાઓના લાભ અને માહિતી ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી રહી છે અને સેચ્યુરેશનનો વિચાર સાકાર થઈ રહ્યો છે.