- કડીમાં ચડ્ડી બનીયાન ધારી ગેંગનો આતંક
- કડીના અણખોલ જલારામ ધામમાં દાનપેટીના પૈસાની ચોરી કરી
- મંદિરના પૂજારીને હથિયાર બતાવી પૂજારીની પત્નીના ઘરેણાં લૂંટી લીધા હતા
- મંદિરના મંત્રી દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ માહિતી આધારે તપાસ હાથ ધરી
- ઘટનાના બે દિવસ બાદ પણ પોલીસ ચોપડે નથી નોંધાઇ ફરિયાદ
- મંત્રીએ દાનપેટીમાંથી અંદાજે 5000 અને અંદાજે 70 હાજરના ઘરેણાં લૂંટાયા હોવાનો કર્યો ખુલાસો
મહેસાણાઃ કડીમાં ચડ્ડી બનીયાન ગેંગનો આતંક સામે આવ્યો છે. આ ગેંગે મંદિરની પેટીમાંથી ચોરી કરી હતી અને પુજારીની પત્નિના ઘરેણા ડરાવી લૂંટી લીધા હતા, જ્યારે પુજારીએ મંદિરના મંત્રીને જાણ કરતા મંત્રીએ ઘટના સ્થળે પહોંચી કડી પોલીસને માહિતી આપી હતી. ત્યારે પોલીસે ભોગબનાર અને ઘટના સ્થળની મુલાકાત કર્યા બાદ ઘટનાના બે દિવસ બાદ પણ કોઈ પ્રકારની ફરિયાદ નોંધી નથી.
જોકે જલારામ ધામમાં બનેલી સમગ્ર ચોરીની ઘટના મંદિરમાં લગાવેલ CCTV કેમેરામાં કેદ થઈ છે. તો મંત્રીના નિવેદન મુજબ પૂજારીના પત્નીના અંદાજે 70 હજારના દાગીના લૂંટાયા છે. ત્યારે પોલીસ આ ઘટનામાં ક્યારે ફરિયાદ નોંધે છે અને ક્યારે આ ગેંગ ઝડપાય છે તે જોવું રહ્યું...
નાનીકડીમાં તબીબના બંધ મકાનને નિશાન બનાવી ઘરેણાં રોકડની તસ્કરીને અંજામ આપ્યો
નાની કડી ખાતે સંતરામ સીટિની બાજુમાં માતૃકૃપા ક્લિનિક ચલાવતા અને કરણનગર રોડ ઉપર આવેલ શુભમ બંગ્લોઝમાં રહેતા નિલેશકુમાર જયંતીભાઈ નાયક આઠમના નિવેધ કરવા સહપરિવાર સાથે પોતાના ઘેર અમદાવાદ ગયા હતા. તેઓ તારીખ 23/10/2020ના રોજ 6 વાગે તેમના પિતાના ઘેર ગયા હતા, ત્યાર બાદ 26/10/2020ના રોજ નાનીકડી ખાતે પરત આવતા પોતાના ઘરના દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું.
બંધ મકાનમાંથી કુલ 1,37,500ના દાગીનાની ચોરી કરી
જેમાં તેમના બંધ મકાનમાંથી તસ્કરોએ કુલ મળી કુલ રૂ.1,37,500ના દાગીના સહિતની વસ્તુ ચોરી ગયા હતા. જેથી તેમણે કડી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ઘરફોડ ચોરીની ફરીયાદ નોંધાવી હતી.