મહેસાણા : મગફળી, બાજરી, શાકભાજી અને ઘાસચારાનું ઉત્પાદન વધ્યું છે. જિલ્લામાં પિયતની સારી વ્યવસ્થા હોઈ ઉનાળુ વાવેતરમાં વધારો નોંધાયો છે. ગત વર્ષ કરતા 7થી 8 હજાર હેકટર જમીનમાં વધુ વાવેતર થયું છે. મગફળીનું 25 હેકટરથી વધીને 1900 હેકટરમાં વાવેતર થયું છે. બાજરીનું વાવેતર 1531 હેકટરથી વધી 2900 હેકટરમાં થયું છે. શાકભાજીનું 381 હેકટરથી વધી 4500 હેકટરમાં વાવેતર થયું છે.
કૃષિ અને પશુપાલનમાં મહત્વની ભૂમિકા ભજવતા મહેસાણા જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ વધારો નોંધાયો છે. જેમાં મુખ્યત્વે બાજરી, મગફળી, શાકભાજી અને ઘાસચારાના વાવેતરમાં વધારો નોંધાયો છે.
જિલ્લામાં મોટાભાગે ખેડૂતો ખેતી સાથે જોડાયેલા છે, ત્યારે ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેતા ખેડૂતોને ઉનાળું વાવેતર કરવા માટે પાણી મેળવવામાં અનુકૂળતા રહી છે, ત્યારે જિલ્લામાં ગત વર્ષ કરતા ચાલુ વર્ષે 7થી 8 હજાર હેકટર જમીનમાં વધુ વાવેતર નોંધાયું છે. જેમાં મગફળીનું 25 હેકટરથી વધી 1900 હેકટરમાં વાવેતર થયું છે. બાજરીનું 1531 હેકટરથી વધી 2900 હેકટરમાં વાવેતર થયું છે. શાકભાજીનું 381 હેકટરથી વધી 4500 હેકટરમાં વાવેતર થયું છે. આમ, જિલ્લામાં ગત ઉનાળુ સિઝન કરતા ચાલુ વર્ષે ખેતીમાં તેજી જોવા મળી રહી છે, તો ચાલુ વર્ષે ઉત્પાદન પણ મબલખ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે.