મહેસાણાઃ જિલ્લાના કડી ટીપીઈઓ અને મેડા આદરજ પ્રાથમિક શાળાનાં એક શિક્ષિકાએ (Meda Adaraj primary school teacher attempted suicide) આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમણે 11 શિક્ષકોના માનસિક ત્રાસથી કંટાળી અમદાવાદમાં ઘાટડોલિયામાં આવેલા તેમના નિવાસસ્થાને આત્મહત્યાનો પ્રયાસ (Suicide Attempt in Ahmedabad) કર્યો હતો. જોકે, આ શિક્ષિકાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યારે તેમના ઘરેથી એક સ્યૂસાઈડ નોટ પણ મળી આવી હતી.
આ પણ વાંચોઃ RajKot Engineer Suicide Update : કમિશનરે તપાસ સમિતિ રચી, આંતરિક તપાસ થશે
શિક્ષિકાની સ્થિતિ ક્રિટિકલ હોવાનું આવ્યું સામે
આ અંગે મળતી માહિતી અનુસાર, કડી તાલુકાના ચંદનપુરા ગામનાં જયશ્રી પોપટભાઈ પટેલ મેડા આદરજ પ્રાથમિક શાળામાં વહેલા 11 વર્ષથી શિક્ષિકા તરીકે નોકરી કરે છે. તેમણે ઘાટલોડિયામાં (Suicide Attempt in Ahmedabad) તેમના નિવાસસ્થાને 4 પેજની સ્યુસાઈડ નોટ લખી ઘેનની ગોળીઓ ખાઈ લીધી હતી. જોકે, તેમને અમદાવાદની સત્તાધાર ચોકડી પર આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં છે. જ્યાં 72 કલાક ક્રિટિકલ હોવાનું ફોઈના દીકરા પ્રફુલભાઈ ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ Suicide in Palitana: પાલીતાણામાં લગ્નના 2 મહિનામાં જ યુવકની આત્મહત્યા, ઝાડ પર લટકેલી હાલતમાં મળ્યો મૃતદેહ
સ્યૂસાઈડ નોટમાં 11 શિક્ષક સામે માનસિક ત્રાસનો આક્ષેપ
સ્યૂસાઈડ નોટમાં જયશ્રી પટેલે કડી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પુષ્પાબેન ભીલ અને મેડા આદરજ પ્રાથમિક શાળાના (Meda Adaraj primary school teacher attempted suicide) 2 શિક્ષક અને 9 શિક્ષિકા મળી 11 શિક્ષકો સામે માનસિક ત્રાસ આપ્યાનો આક્ષેપ કર્યો છે. ગોઝારિયાના વતની અને શિક્ષિકાના ફોઈના પુત્ર પ્રફુલભાઈ પટેલે કહ્યું હતું કે, ઘાટલોડિયા પોલીસને જાણ કરતાં તેઓએ ભાનમાં આવે પછી જાણ કરવા કહ્યું છે.
શિક્ષકોએ મારી પ્રગતિ રોકવા ખોટા આક્ષેપો કર્યા હતાઃ સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ
આત્મહત્યાનો પ્રયાસ (Suicide Attempt in Ahmedabad) કરનારાં શિક્ષિકાએ આ પહેલા તેના ભાઈ સાથે પણ વાતચીત કરી અને માનસિક ત્રાસ અંગે જણાવ્યું હતું. તેના ભાઈએ તેને આશ્વાસન આપ્યું હતું. શિક્ષિકાએ સ્યૂસાઈડ નોટમાં કરેલા ઉલ્લેખ મુજબ, તેમની પર શાળાના જ શિક્ષકોએ તેમની પર ખોટા આક્ષેપો લગાવી તેમની પ્રગતિ રોકવા અને કારકિર્દી બગાડવા પ્રયાસ કર્યો હતો. તેમના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અશ્વિન પટેલ પણ તેમના વિરુદ્ધ બની ખોટા લોકોને સપોર્ટ કરતા હોવાથી શિક્ષિકા પોતે માનસિક રીતે થાકી જતા આત્મહત્યા કરવા (Suicide Attempt in Ahmedabad) જઈ રહી છે. ઘટનાસ્થળેથી મળી આવેલી સ્યૂસાઈડ નોટ અને પરિવારજનોના નિવેદનો આધારે ઘાટલોડિયા પોલીસે પ્રાથમિક તપાસનો દોર શરૂ કર્યો છે.
પોલીસે 12 લોકો સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી
શિક્ષિકા આત્મહત્યા પ્રયાસ (Suicide Attempt in Ahmedabad) કેસ મામલે સુસાઇડ નોટમાં કડી તાલુકા પ્રાથમિક શિક્ષણ સમિતિના પુષ્પાબેન ભીલ TPEO, સુનિતા દશરથભાઈ પટેલ, યોગેશ વાસુદેવભાઈ પટેલ, પરેશા કનૈયાલાલ મોદી, શૈલેષ મગનલાલ પટેલ, સુમિત્રા મણિલાલ પ્રજાપતિ, હેમાક્ષી રમેશચંદ્ર સુથાર, રિટા સોમાભાઈ પટેલ, નીલમ અમૃત પટેલ, ગીરા રમેશચંદ્ર પટેલ, સેજલ પરહલાદભાઈ સથવારા અને હેતલ રમણભાઈ પટેલ સહિત 12 લોકોનો ઉલ્લોખ કરાયો છે. તે મુજબ શિક્ષિકાને ખોટી રીતે હેરાન પરેશાન કરી આત્મહત્યા માટે મજબૂર કરવા મામલે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.