ETV Bharat / state

એક સફળ મહિલા પશુપાલકની પશુપાલન ક્ષેત્રે શ્વેતક્રાંતિ, કમાય છે એક ઓફિસર કરતા વધારે - શ્વેતક્રાંતિ

મહેસાણાઃ સરકાર દ્વારા સ્ત્રી સશક્તિકરણને જે પ્રમાણે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે, ત્યારે બદલતા ભારત સાથે આજે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પણ હવે પાછળ નથી રહી, ત્યારે આવો જોઈએ પશુપાલન ક્ષેત્રે પોતાના જીવનમાં શ્વેતક્રાંતિ લાવનાર વિસનગર તાલુકાના રંગકુઈ ગામના નૈનીબેન ચૌધરીની કે જેઓ માત્ર 7 ધોરણનો અભ્યાસ કર્યો હોવા છતાં ટેક્નોલોજીનો ઉપયોગ કરી મહિને એક ઓફિસર જેટલી કમાણી કરે છે.

એક સફળ મહિલા પશુપાલકની પશુપાલન ક્ષેત્રે શ્વેતક્રાંતિ, કમાય છે એક ઓફિસર કરતા વધારે
author img

By

Published : Sep 14, 2019, 1:39 PM IST

મહેસાણા જિલ્લામાં ખેતીવાડી અને પશુપાલન બે મહત્વના વ્યવસાય છે, જેના પર અહીંનું જન અને પશુધન નિર્ભર રહેતું હોય છે, ત્યારે સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા વિસનગર તાલુકાના રંગકુઈ ગામના નૈનીબેન ચૌધરીએ કે જેઓએ પોતાની નાની વયે પશુધન સાથે પોતાના પિયરથી શરૂ કરેલી દૂધ ઉત્પાદનની જહેમત આજે મોટી વયે પણ તેઓને તેમના સાસરીમાં આગવી ઓળખ અપાવી રહી છે.

એક સફળ મહિલા પશુપાલકની પશુપાલન ક્ષેત્રે શ્વેતક્રાંતિ, કમાય છે એક ઓફિસર કરતા વધારે

નૈનીબેન પહેલા તો એક સામાન્ય પશુપાલક હતા અને તેમના ઘરે 6 જેટલા દુધાળા પશુઓનું પાલનપોષણ કરી સામાન્ય દૂધની આવકમાં કમાણી કરી લેતા હતાં, પરંતુ વિદેશમાં જઈ પશુપાલન અને ખેતી વિશે અભ્યાસ કરી સ્વદેશમાં આવેલા દીકરાએ માતા નૈનીબેનને આધુનિક પશુપાલનની સમજ આપતા છેલ્લા ત્રણ ચાર વર્ષથી નૈનીબહેને પોતાના પશુઓને વાડામાં ખુલ્લા છોડી મુક્ત પણે હરવા ફરવાની સગવડ કરી છે. તો દુધાળા પશુ અને વાછરડાઓને જુદા જુદા વાડામાં રાખી તમામની સાર સંભાળ રાખે છે.

અહીં, પશુઓ મન મુક્ત વાતાવરણમાં હરિ ફરી પ્રફુલ્લિત થતા દૂધ આપવાની ક્ષમતામાં વધારો થયો છે તો આજે 6માંથી 22 જેટલા પશુઓને નૈનીબેન એક સાથે 10-10ની પેરમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરતા મિલકિંગ મશીનથી પશુઓને દોહી રહ્યા છે. આમ કરતા નૈનીબેનને શારીરિક થાક ઓછો લાગે છે. આમ, રંગકુઈના નૈનીબેન પ્રતિદિન 100 લીટર જેટલું દૂધ ગામની દૂધ મંડળીમાં ભરાવી મહિને 50 હજાર જેટલી આવક મેળવી રહ્યા છે.

છેલ્લા 40 વર્ષેથી પશુપાલન કરતા નૈનીબેન આજે છેલ્લા 3 વર્ષથી પશુપાલનમાં બદલાવ કરતા ખેતરમાં મોટો વાડો બનાવી તેમા લગભગ નાના મોટા 40 પશુઓ રાખી રહ્યા છે, જેમાંથી 22 દુધાળા પશુઓ છે અને જે દૂધ દોહવાના સમયે જાતે જ મિલ્ક પાર્લરની ખાસ જગ્યાએ પહોંચી જાય છે અને ત્યાં એક સાથે 10 પશુને મશીન દ્વારા દોહવામાં આવે છે. ત્યારબાદ પશુઓ પોતાના વાડામાં ટહેલવા લાગે છે. આમ, 6 પશુમાંથી આજે એક મહિલા 40 જેટલાં પશુ સંભાળી રહ્યા છે, જે પશુપાલન કરતા રોજનું 100 લીટર દૂધ ડેરીમાં ભરાવી પોતાના પરિવારને આર્થિક રીતે ખૂબ મદદરૂપ થાય છે સાથે તેઓ ગામની અન્ય મહિલાઓને પણ અદ્યતન ટેક્નિકથી પશુપાન કરવા પ્રેરણા આપી રહ્યા છે.

એક વયવૃદ્ધ માતાને પશુપાલન સમયે શારીરિક કમજોરી અનુભવાતી હોઈ વિદેશમાં અભ્યાસ કરતા પુત્રએ માતાના પશુપાલનના વ્યવસાયને ટેકનોલોજી સાથે જોડી દઈ સરળ કરી દીધી તો માતાના પશુપાલનના વ્યવસાયને પણ પુત્રોએ પરિવાર માટે મહત્વનું યોગદાન ગણાવી રહ્યા છે અને આગળ પણ આ પરિવાર પશુપાલનમાં પ્રગતિ કરવા મક્કમ મને આગળ વધવાનો નીર્ધાર કરી રહ્યા છે.

નૈનીબેન ચૌધરીની પશુપાલન ક્ષેત્રે શ્વેતક્રાંતિને જોતા રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા શ્રેષ્ઠ પશુપાલકનું સન્માન પુરસ્કાર પણ આપવામાં આવેલા છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે આજે ગ્રામ્ય વિસ્તારમાં રહી પશુપાલન કરતા આ મહિલાએ પોતાના પશુપાલન કાર્યમાં કેળવેલી રુચિ અને બદલાવને પગલે પોતે એક સફળ મહિલા પશુપાલક બની શક્યા છે.

Intro:

એક સફળ મહિલા પશુપાલકની પશુપાલન ક્ષેત્રે શ્વેતક્રાંતિ

સરકાર દ્વારા સ્ત્રી સશક્તિકરણને જે પ્રમાણે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે ત્યાં બદલતા ભારત સાથે આજે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પણ હવે પાછળ નથી રહી ત્યારે આવો જોઈએ પશુપાલન ક્ષેત્રે પોતાના જીવનમાં શ્વેતક્રાંતિ લાવનાર વિસનગર તાલુકાના રંગકુઈ ગામના નૈનીબેન ચૌધરીની કે જેઓ માત્ર 7 ધોરણનો અભ્યાસ કર્યો હોવા છતાં ટેક્નોલોજીનો ઉપયોગ કરી મહિને કમાઈ રહ્યા છે ઓફિસર જેટલી કમાણી...Body:

મહેસાણા જિલ્લામાં ખેતીવાડી અને પશુપાલન બે મહત્વના વ્યવસાય છે જેના પર અહીંનું જન અને પશુધન નિર્ભર રહેતું હોય છે ત્યારે આજે વાત છે એક સ્ત્રીસશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા વિસનગર તાલુકાના રંગકુઈ ગામના નૈનીબેન ચૌધરીએ કે જેઓએ પોતાની નાની વયે પશુધન સાથે પોતાના પિયર થી શરૂ કરેલી દૂધ ઉત્પાદનની જહેમત આજે મોટી વયે પણ તેઓને તેમના સાસરીમાં આગવી ઓળખ અપાવી રહી છે નૈનીબેન પહેલા તો એક સામાન્ય પશુપલક હતા અને તેમના ઘરે 6 જેટલા દુધાળા પશુઓ નું પાલનપોષણ કરી સામાન્ય દૂધની આવકમાં કમાણી કરી લેતા પરંતુ વિદેશમાં જઈ પશુપાલન અને ખેતી વિશે અભ્યાસ કરી સ્વદેશમાં આવેલા દીકરાએ માતા નૈનીબેનને આધુનિક પશુપાલનની સમજ આપતા છેલ્લા ત્રણ ચાર વર્ષે થી નૈનીબહેને પોતાના પશુઓને વાડામાં ખુલ્લા છોડી મુક્ત પણે હરવા ફરવાની સગવડ કરી છે તો દુધાળા પશુ અને વાછરડાઓ ને જુદા જુદા વાડામાં રાખી તમામની સારી સંભાળ રખાવમાં આવે છે અહીં પશુઓનું મન મુક્ત વાતાવરણમાં હરિ ફરી પ્રફુલ્લિત થતા દૂધ આપવાની ક્ષમતામાં વધારો થાય છે તો આજે 6 માંથી 22 જેટલા પશુઓને નૈનીબેન એક સાથે 10-10ની પૈરમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરતા મિલકિંગ મશીન થી પશુઓને દોહી રહ્યા છે આમ કરતા નૈનીબેનને શારીરિક થાક ઓછો લાગે છે તો આ પશુઓ પણ કોઈ જ મુશ્કેલી વેઠયા વગર જ દૂધ આપે છે આમ રંગકુઈના નૈનીબેન પ્રતિદિન 100 લીટર જેટલું દૂધ ગામની દૂધ મંડળીમાં ભરાવી મહિને 50 હજાર જેટલી આવક મેળવી રહ્યા છે

છેલ્લા 40 વર્ષે થી પશુપાલન કરતા નૈનીબેન આજે છેલ્લા 3 વર્ષ થી પશુપાલનમાં બદલાવ કરતા ખેતરમાં મોટો વાડો બનાવી લગભગ નાના મોટા 40 પશુઓ રાખી રહ્યા છે જે માંથી 22 દુધાળા પશુ ઓ છે અને જે દૂધ દોહવાના સમયે જાતે જ મિલ્ક પાર્લરની ખાસ જગ્યાએ પહોંચી જાય છે અને ત્યાં એકસાથે 10 પશુને મશીન દ્વારા દોહવામાં આવે છે ત્યાર બાદ પશુઓ પોતાના વાડામાં ટહેલવા લાગે છે આમ 6 પશુ માંથી આજે એક વ્યવરુદ્ધ મહિલા 40 જેટલાં પશુ સંભાળી રહ્યા છે જે પશુપાલન કરતા રોજનું 100 લીટર દૂધ ડેરીમાં ભરાવી પોતાના પરિવારને આર્થિક રીતે ખૂબ મદદરૂપ થાય છે સાથે તેઓ ગામની અન્ય મહિલાઓને પણ અદ્યતન ટેક્નિક થી પશુપાન કરવા પ્રેરણા આપી રહ્યા છે

બાઈટ 01 : નૈનીબેન ચૌધરી , સફળ પશુપાલક મહિલા

એક વયવૃદ્ધ માતાને પશુપાલન સમયે શારીરિક કામજોરી અનુભવાતી હોઈ વિદેશમાં અભ્યસ કરતા પુત્રએ માતાના પશુપાલનના વ્યવસાયને ટેકનોલોજી સાથે જોડી દઈ સરળ કરી દીધી તો માતાના પશુપાલનના વ્યવસાયને પણ પુત્રોએ પરિવાર માટે મહત્વનું યોગદાન ગણાવી રહ્યા છે અને આગળ પણ આ પરિવાર પશુપાલનમાં પ્રગતિ કરવા મક્કમમને આગળ વધવાનો નીર્ધાર કરી રહ્યા છે

બાઈટ 02 : ધર્મેન્દ્ર ચૌધરી, નૈનીબેનનો પુત્રConclusion:નૈનીબેન ચૌધરીની પશુપાલન ક્ષેત્રે શ્વેતક્રાંતિને જોતા રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા શ્રેષ્ઠ પશુપાલકનું સન્માન પુરસ્કાર પણ આપવામાં આવેલા છે ત્યારે ચોક્કસ થી કહી શકાય કે આજે ગ્રામ્ય વિસ્તારમાં રહી પશુપાલન કરતા આ મહિલાએ પોતાના પશુપાલનકાર્યમાં કેળવેલી રુચિ અને બદલાવને પગલે પોતે એક સફળ મહિલા પશુપાલક બની શક્યા છે

રોનક પંચાલ, ઈટીવી ભારત , રંગાકુઈ-મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.