ETV Bharat / state

કડીમાં નવરાત્રી આયોજનમાં ઝઘડો થતા તિક્ષ્ણ હથિયારો સાથે બે પક્ષ આમને સામને - Stir in Navratri planning

મહેસાણાઃ જિલ્લાના કડી તાલુકામાં મારામારી અને હુમલા જેવા ગુનાહિત કૃત્યોએ માજા મૂકી હોય તેમ હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં વધુ એક ઘટનામાં કડી તાલુકાના સરસાવ ગામે વારાહી માતાજીની નવરાત્રીના ધાર્મિક પ્રસંગે આયોજન બાબતે બોલાચાલી બાદ મારામારીની ઘટના બની હતી.

નવરાત્રી આયોજનમાં જગડો થતા તિક્ષ્ણ હથિયારો સાથે બે પક્ષ આમને સામને
author img

By

Published : Oct 12, 2019, 3:11 PM IST

કડીમાં તિક્ષ્ણ હથિયારો વડે હુમલો અને પથ્થર મારો કરતા હુમલામાં 7 લોકો ગંભીર રીતે ઘવાયા હતાં. જે ઘટનાની જાણ થતાં નંદાસણ પોલીસ કાફલો સહિત DYSP મંજીતા વણઝારા પોતાની ટિમ સાથે સરસાવ ગામ ઘટના સ્થળે પહોંચ્યાં હતાં. જ્યાં આ હુમલાની ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને 108ની મદદથી કડી, નંદાસણ અને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતાં. જોકે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી સરસાવ ગામની જૂથ અથડામણની ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધતા 12 શખ્સો સામે મારામારી, જીવલેણ હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી મામલે ગુનો નોંધી અટકાયતી પગલાંની કાર્યવાહી હાથ ધરી હતી.

કડીમાં નવરાત્રી આયોજનમાં ઝઘડો થતા તિક્ષ્ણ હથિયારો સાથે બે પક્ષ આમને સામને

Intro:કડીના સરસાવમાં નવરાત્રી આયોજનમાં ડખા પડતા બે જૂથ આમને સામને, તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરાયોBody:

મહેસાણા કડી આમતો ના.મુખ્ય પ્રધાનનું હોમ ટાઉન છે પરંતુ કડી તાલુકામાં મારામારી અને હુમલા જેવા ગુનાહિત કૃત્યોએ માજા મૂકી હોય તેમ અહીં છાસ વારે હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે કડી તાલુકાના સરસાવ ગામે વારાહી માતાજીની નવરાત્રીના ધાર્મિક પ્રસંગે આયોજન બાબતે બે ભિન્ન કોમ ના જૂથ બોલાચાલી બાદ મારામારી પર આમને સામને ચડી આવ્યા હતા જેમાં તિક્ષ્ણ હથિયારો વડે હુમલો અને પથ્થર મારો કરતા હુમલામાં 7 લોકો તલવાર જેવા હથિયારનો ભોગ બનતા ગંભીર રીતે ઘવાયા હતા જે ઘટનાની જાણ થતાં નંદાસણ પોલીસ કાફલો સહિત DYSP મંજીતા વણઝારા પોતાની ટિમ સાથે સરસાવ ગામ ઘટના સ્થળે પહોંચી ટોળાને વિખેરી નાખ્યા હતા જ્યા આ હુમલાની ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને 108ની મદદ થી કડી, નંદાસણ અને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા જોકે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી સરસાવ ગામની જૂથ અથડામણની ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધતા 12 શકશો સામે મારામારી , જીવલેણ હુમલો અને જાન થી મારી નાખવાની ધમકી મામલે ગુન્હો નોંધી અટકાયતી પગલાંની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ દ્વારા ઘટના બાદ પરીથીતી થાળે પાડી પોલીસ બંદોબસ્ત ગોઠવી રાખવામાં આવ્યો છે Conclusion:રોનક પંચાલ , ઇટીવી ભારત ,મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.