ઊંઝા ખાતે ઉજવાઈ રહેલા પાંચ દિવસિય લક્ષચંડી મહાયજ્ઞમાં એક ખાસ આકર્ષણ જોવા મળી રહ્યું છે. આ યજ્ઞ દરમિયાન ડ્રાઈવિંગના રસિયાઓ માટે ખાસ RTO ટ્રેક નિર્માણ કરાઈ છે. ફોર વહીલર અને ટુ વહીલરના ચાલકો RTO કચેરીમાં લાઈસન્સ મેળવવા જાય ત્યારે ટેસ્ટ ડ્રાઇવ આપવા જતા ગભરાય છે. તેમનો ડર દુર કરવા માટે RTO ટ્રેક જેવી જ એક ડમી ટ્રેક પર બનાવી છે. જેની ઉપર લોકોએ પોતાની સ્ટેરીંગ પરની પકડ અજમાવી હતી.
આયોજકોએ જણાવ્યુ હતું કે, માત્ર 60 રૂપિયા જેટલી ફી લઈ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવામાં આવે છે. જે આવક મળશે તેને ઉમિયા માતાજીને અર્પણ કરવામાં આવશે. ડમી RTO ટ્રેક પર અત્યાર સુધીમાં કુલ 4000 જેટલા લોકોએ ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યો છે. આ ટ્રેક પર લોકોના ડ્રાઇવિંગ ટેસ્ટ પુરા થયા બાદ અનુભવી બાઈકર્સ દ્વારા બાઇક, સ્કૂટર અને સાયકલ પર જુદા જુદા સ્ટંટ કરાયો હતો. જેને જોવા માટે મોટી સંખ્યમાં લોકો એકત્ર થયા હતાં.