મહેસાણા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીના ( Gujarat Election 2022) બીજા તબક્કા માટે આજે 1,869 મતદાન મથકો પર મતદાન (Voting for elections in Mehsana) થશે. જિલ્લાની 7 બેઠકો પર મતદાન માટે 10,000 જેટલા સુરક્ષા જવાનો (Security at Polling Stations in Mehsana) તહેનાત રહેશે. અહીં સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન મથકોની (Polling Stations in Mehsana) સુરક્ષા વ્યવસ્થાનું સંચાલન કરાશે. તો આ વખતે મતદાન મથકો પર 2 IPS અને 15 પ્રોબેશન IPS સહિત 5000 પોલીસ જવાનો અને 3500 પેરામિલિટ્રી ફોર્સના જવાનોનો સમાવેશ કરાયો છે.
સુરક્ષા વ્યવસ્થાનું સુયોગ્ય સંચાલન રાજ્યમાં યોજાઈ રહેલ વિધાનસભા ચૂંટણી 2022ને (Gujarat Election 2022) લઈ પ્રથમ તબક્કાના મતદાન બાદ બીજા તબક્કામાં મહેસાણા જિલ્લામાં મતદાન પ્રક્રિયા આજે હાથ ધરાશે. જિલ્લામાં મતદાન માટે કુલ 1869 મતદાન મથકો (Polling Stations in Mehsana) તૈયાર કરવામાં આવ્યા છે. આમાંથી 941 જેટલા મતદાન મથકો સંવેદનશીલ (Sensitive Polling Stations in Mehsana) છે. જિલ્લામાં તમામ મતદાન મથકો પર સુરક્ષા વ્યવસ્થા (Security at Polling Stations in Mehsana) માટે સ્થાનિક પોલીસ, અન્ય જિલ્લાની પોલીસ અને પેરામિલિટ્રી ફોર્સ મળી કુલ 10,000 જેટલા સુરક્ષાકર્મીઓ મતદાન મથકની સુરક્ષા વ્યવસ્થાનું સંચાલન કરશે.
સુરક્ષાકર્મીઓ સાંજ સુધી ખડેપગે તમામ મતદાન મથકો (Polling Stations in Mehsana) પર સાવરે 7 વાગ્યાથી લઈ સાંજે મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી આ સુરક્ષાકર્મીઓ ખડેપગે રહેશે, જેમાં પ્રત્યેક મતદાનમથકદીઠ 1 GRD, 1 હોમગાર્ડ અને 1 પોલીસકર્મી સાથે 1 પેરામિલિટ્રી ફોર્સના જવાનો તહેનાત રહેશે.
આટલા અધિકારીઓ રહેશે તહેનાત, 2 IPS પૈકી 1 ઓબ્ઝર્વર (IG), 1 DSP, 15 IPS (પ્રોબેશન પર), 7 DySP, 20 PI, 60 PSI, 1,600 સ્થાનિક પોલીસ જવાનો, 800 અન્ય જિલ્લાના પોલીસ જવાનો, 3500 BSF, CRPF, SSB, SRP વિવિધ પેરામિલિટ્રીની 40 કંપનીઓ, 1800 હોમગાર્ડ, 800 GRD જવાનો સહિત અંદાજિત કુલ 10,000 સુરક્ષા જવાનો (Security at Polling Stations in Mehsana) તહેનાત રહેશે.