ETV Bharat / state

વિસનગર ચૂંટણીમાં RO અધિકારી ફોર્મ સુધારવા પેટે 1 લાખની લાંચ લેતા ઝડપાયા - લાંચ

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે પંચાયતની ચૂંટણી માટે વિસનગર તાલુકાની 5 બેઠક પરના RO લાંચ લેતા ઝડપાયા છે. તેમને ગાંધીનગર ACBની ટીમે લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધા છે.

ETV BHARAT
વિસનગર ચૂંટણીમાં RO અધિકારી ફોર્મ સુધારવા પેટે 1 લાખની લાંચ લેતા ઝડપાયા
author img

By

Published : Feb 19, 2021, 6:24 PM IST

  • સબ રજીસ્ટાર બ્રહ્મભટ્ટ ચૂંટણી અધિકારી તરીકે વિસનગર તાલુકા 5 બેઠક પર હતા RO
  • 1 લાખ અગાઉ લીધા બાદ બાકીના 1 લાખ લેતા ACBએ રંગે હાથ ઝડપી પાડ્યા
  • જિલ્લા પંચાયતની 5 બેઠકના ચૂંટણી અધિકારી લાંચ લેતા ઝડપાયા

મહેસાણાઃ વિસનગર ખાતે ઉમેદવારના ફોર્મમાં ખૂટતી વિગતને લઈ ફોર્મ કેન્સલ ન કરવા અને તેમાં સુધારો કરી માન્ય રાખવા જિલ્લા પંચાયતની ચૂંટણીના RO તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ ઓડિટર ગ્રેડ 1 દૂધ મંડળીઓના અધિકારી લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. તેમને ACBની ટીમે રંગે હાથ ઝડપી લીધા છે.

ગાંધીનગર ACBનું સફળ છટકું

વિસનગર તાલુકાની સવાલા જિલ્લા પંચાયતની બેઠકના મહિલા ઉમેદવારના ફોર્મમાં ખૂટતી વિગતને કારણે ફોર્મ રદ ન કરી તેમાં સુધારા કરી ફોર્મ માન્ય રાખવા આ અધકારી દ્વારા 3 લાખની લાંચ માંગવામાં આવી હતી. જો કે, તે સમયે 1 લાખ આપ્યા બાદ અરજદાર આ લાંચની રકમ આપવા ન માંગતા હોય તેમને ACBનો સંપર્ક સાધી વિસનગર તાલુકા પંચાયત ખાતે છટકું ગોઠવડાવી બાકીના 1 લાખ આપવા ગયા હતા. જ્યાં અધિકારી દ્વારા આ પૈસા સ્વીકારતા ACBની ટીમે રાજેન્દ્ર ભહ્મભટ્ટને રંગેહાથ ઝડપી પાડ્યો હતા. જેમાં 1 લાખ રૂપિયા લીધેલી લાંચની રકમ રિકવર કરાઈ છે. ગાંધીનગર ACB ટીમ દ્વારા આ બનાવ અંતર્ગત આ અધિકારીની વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.