ઊંઝા ઉમિયા માતાજી મંદિર લક્ષચંડી મહાયજ્ઞ 2019માં 18 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી પાંચ દિવસ સુધી ધાર્મિક, સામજિક, વ્યવસાયિક, વિજ્ઞાન અને ટેક્નોલોજી સહિતના ક્ષેત્રના અનોખા સમન્વય સાથે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે પ્રથમ દિવસ સુધી 16,80,000 લાડવાનો પ્રસાદ તૈયાર કરાયો છે જેનો નિરીક્ષક દ્વારા નિરીક્ષણકારી વીડિયોગ્રાફી સાથે કરવામાં આવ્યું છે.
લાડુના પ્રસાદનો વિશ્વ રેકોર્ડ હવે એશિયા બુક રેકોર્ડમાં બ્રેક થયો છે. તો 8890 લોકોએ એકસાથે ઉમિયા માતાજીનો જયઘોષ થયો છે જેનો પણ રેકોર્ડ નોંધાયો છે, 200000 લાખ લોકોએ એક સાથે વેજીટેબલ ભોજન પ્રસાદ લીધો છે સાથે જ વાતાવરણમાં ઉપયોગી બીજ સાથે 15000 ફુગ્ગા હવામાં ઉડાડવામાં આવ્યા છે.
રેકોર્ડ....
1. લાડવા નંગ 16,80,000
2. 8890 લોકોએ માં નો જયઘોષ કર્યો
3. 2,00,000 યાત્રાળુએ વેજ ભોજન સાથે લીધુ
૪. 15000 હવાના ફુગ્ગા બીજ સાથે ઉડાડવામાં આવ્યા