ETV Bharat / state

મહેસાણા જિલ્લામાં ઔદ્યોગિક એકમો દ્વારા ઉત્પાદનની કામગીરી શરૂ - ઔદ્યોગિક એકમો દ્વારા ઉત્પાદનની કામગીરી શરૂ

મહેસાણા જિલ્લામાં ઔદ્યોગિક એકમોમાં શ્રમિકો-કર્મયોગીઓ સાથે ઉત્પાદનની કામગીરી શરૂ કરવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં કોવિડ-19 માર્ગદર્શિકાની અમલવારી સાથે ઔદ્યોગિક એકમો કાર્યરત થયા છે.

મહેસાણા જિલ્લામાં ઔધોગિક એકમો દ્વારા ઉત્પાદનની કામગીરી શરૂ

author img

By

Published : May 9, 2020, 7:03 PM IST

મહેસાણા: કોવિડ-19ની મહામારીના પગલે કોરોના વાઇરસ સંક્રમણ અટકાવાના હેતુથી સમગ્ર દેશમાં 25માર્ચથી લોકડાઉન આપવામાં આવ્યું હતું. લોકડાઉના પગલે ઔદ્યોગિક એકમો સહિત અન્ય રોજગારીનું સર્જન કરતા વ્યવસાયો સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ સરકારની દિર્ઘદષ્ટની પગલે લોકોને હાડમારીનો સામનો ન કરવો પડે તે માટે કોવિડ-19ની માર્ગદર્શિકાને અનુંસરીને ઔદ્યોગિક એકમો વ્યવસાય શરૂ કરી રહ્યા છે.

મહેસાણા જિલ્લામાં હજારો ઔદ્યોગિક એકમો અને વ્યવસાયકારો દ્વારા ઉત્પાદન અને રોજગારીનું સર્જન થઇ રહ્યું છે. જિલ્લામાં કોવિડ-19ની માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન કરીને ઔદ્યોગિક એકમો દ્વારા ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં ઔદ્યોગિક એકમો ફરી શરૂ થતા શ્રમિકો અને કામદારોની રોજગારીનું પણ સર્જન થઇ રહ્યું છે.

ઔદ્યોગિક એકમો માર્ગદર્શિકાનું સુપેરે પાલન કરી રહ્યા છે, જેમાં દરેક કાર્યસ્થળો પર જરૂર જણાઇ ત્યાં વ્યક્તિના શરીર તાપમાનના સ્ક્રીનીંગની કરવા, યોગ્ય રીતે સેનેટાઇઝર પુરૂ પાડવું જેવા કાર્યો થઇ રહ્યા છે. કાર્યસ્થળો પર બે શિફ્ટ વચ્ચે એક કલાકનો સમયગાળો અને સ્ટાફના લંચબ્રેક જેવી બાબાતોને ધ્યાનમાં રાખીને સામાજિક દુરી જળવાઇ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક કામદારો આરોગ્ય સેતુ એપ્લીકેશનનો ઉપયોગ કરે તેવી અપીલ ઔદ્યોગિક એકમો દ્વારા કરવામાં આવી રહી છે.

જિલ્લામાં કાર્યસ્થળ પર આવેલા બધી વિસ્તારોએ પૂર્ણ સ્વરૂપે વપરાશકર્તાને નુકસાન ન કરે તેવી જંતુનાશક દવાઓથી જંતુ રહિત કરવાની સાથે ઇમારતો, ઓફિસના પ્રવેશ દ્વાર, કેન્ટીન અને નાસ્તાગૃહ, અલ્પાહાર ગૃહ બેઠક રૂમ જેવા સ્થળનો પર સેનેટાઇઝેશન કરાઇ રહ્યું છે.

જિલ્લામાં કારીગરો અને કામદારો માટે વિશિષ્ટ વાહન વ્યવહારની સુવિધાની ગોઠવણી કરાઇ છે. જેમાં 30થી 40 ટકા પેસેન્જર ક્ષમતા સાથે કામદારો કામ પર આવી રહ્યા છે. આ ઉપરાંત કર્મયોગીઓને કોરોના સંક્રમણથી બચાવવા માટે દરેક વાહન અને મશીનરી જે સ્થળ પરથી પ્રવેશ કરે ત્યાં તેની ફરજિયાત જંતુરહિત સેનેટાઇઝ કરાઇ રહ્યું છે.

મહેસાણા જિલ્લામાં ઔદ્યોગિક એકમો શરૂ થતા શ્રમિકો માટે સતત રોજગારીનું સર્જન થઇ રહ્યું છે. શ્રમિકો પણ ઔદ્યોગિક એકમો સાથે જોડાઇ રહ્યા છે. જિલ્લામાં ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ દ્વારા પણ શ્રમિકોને કામ પર પરત જોડાવવા માટે સતત અપીલ કરાઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.