ETV Bharat / state

76 વર્ષથી અન્ન-જળ ત્યાગનારા ચૂંદડીવાળા માતાજીનો 91 વર્ષ દેહત્યાગ, તબીબી જગત માટે હતા કોયડો - prahladbhai-jani-a-famous-divine-power-passed-away-at-yatradham-ambaji

અંબાજીમાં ચૂંદળીવાળા માતાજી તરીકે ભક્તોની અસ્થાનું કેન્દ્ર બનેલા દિવ્ય શક્તિ એવા ચૂંદળીવાળા માતાજીએ 91 વર્ષ દેહત્યાગ કર્યો છે.

prahladbhai
ચૂંદળીવાળા માતાજી
author img

By

Published : May 26, 2020, 10:14 AM IST

Updated : May 26, 2020, 4:59 PM IST

મહેસાણા: ચૂંદળીવાળા માતાજી મૂળ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચરાડા ગામના વતની હતા. તેઓનું મૂળ નામ પ્રહલાદભાઈ જાની હતું. તેઓએ અરવલ્લી ખાતેની ગિરિકંદરાઓમાં અન્નજળનો ત્યાગ કરી તપસ્વીની જેમ ધૂણી ધખાવી હતી. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ અન્નજળ ગ્રહણ કર્યા સિવાય માત્ર હવા પર નિર્ભર રહેતા હતા. અંબાજી ખાતે ગબ્બર પાસે તેમનો એક આશ્રમ આવેલો છે. જેમાં આવતા લાખો ભક્તો માતાજીના અન્ન-જળ ત્યાગથી અચરજમાં હતા. માતાજી અન્નજળ વગર કેવી રીતે વર્ષો વર્ષ રહી શકે તે માટે મેડિકલ સાયન્સ દ્વારા પણ અનેક વાર તપાસ કરવામાં આવી હતી. ત્યાં ચૂંદળીવાળા માતાજી વિજ્ઞાન માટે પણ પડકાર સમાન હતા. જેથી તેમનું આ રહસ્ય તમને જીવન દરમિયાન કોઈ જાણી શક્યું નથી. તો ધર્મ, શ્રદ્ધા અને આસ્થામાં માનનારા ભક્તો માટે માતાજી ખુદ એક દિવ્ય શક્તિ હતા. તેમજ તેમના પાસે ચમત્કાર હોવાનું માનતા હતા.

prahladbhai
ચૂંદળીવાળા માતાજી

હાલમાં લોકડાઉન વચ્ચે ચૂંદળીવાળા માતાજી પોતાના વતન ચરાડા ગામે આવ્યા હતા. જ્યાં ગતરોજ સોમવારે મધ્યરાત્રીએ તેમણે દેહત્યાગ કર્યો અને દેવલોક પામ્યા. જેની જાણ થતાં જ અંબાજી સહિત સમગ્ર દેશ વિદેશમાં તેમના ભક્તોમાં ભારે શોક પ્રસર્યો છે, તો વહેલી સવારે તેમના પાર્થિવદેહને અંબાજી ખાતે લઈ જઈ આજ અને આવતીકાલ માટે દર્શનાર્થીઓ માટે રાખવામાં આવશે. જે બાદ આગામી 28 મેના રોજ તેમના આશ્રમ ખાતે અંબાજીમાં અંતિમ યાત્રા કાઢવામાં આવશે, બાદમાં તેમને સમાધિ આપવામાં આવનાર છે.

  • ચૂંદડીવાળા માતાજી ( શ્રી પ્રહલાદભાઈ જાની ) ના નિધનથી દુઃખની લાગણી અનુભવું છું. વર્ષો સુધી અન્ન અને જળ ન લેનાર ચૂંદડીવાળા માતાજી વૈજ્ઞાનિકો માટે પણ સંશોધનનો વિષય હતા. પરમકૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. જય અંબે...

    — Vijay Rupani (@vijayrupanibjp) May 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ચૂંદડીવાળા માતાજીના નિધન પર દુઃખની લાગણી વ્યકત કરી હતી. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

Last Updated : May 26, 2020, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.