મહેસાણા: સતત સુરક્ષાને લઇને લોકોને સુચના આપતા પોલીસને અકસ્માત નડે તો એ નવું કહી શકાય. જો કે એ વાત પણ ખરી છે કે પોલીસ લોકોને સતત કહે છે પરંતુ તેમા જનહિત જ હોય છે. લોકોના જીવ બચાવા માટે પોલીસ આકરી બનતી હોય છે. ત્યારે થરાદના dyspની કારને અકસ્માત નડ્યો હોવાની વાત સામે આવી છે. મહેસાણા નંદાસણ રોડ પર ડમ્પરે ટક્કર મારતા પોલીસની ગાડી પલટી મારી છે.
અકસ્માત નડ્યો: અમદાવાદ તપાસ અર્થે જતા થરાદના dysp જઇ રહ્યા હતા. આ દરમિયાન નંદાસણ રોડ પર ડમ્પરે ટક્કર મારતા પોલીસની ગાડી પલટી મારી હતી. જેમાં 4 પોલીસ કર્મીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. મહેસાણા નંદાસણ રોડ પર આવેલા મંડાલી પાટિયા પાસે હોનેસ્ટ હોટેલ આગળ પોલીસની ગાડીને અકસ્માત નડ્યો જોવાની ઘટના સામે આવી હતી.ઘટના પગલે લાઘણજ પોલીસ દોડી આવી વધુ તપાસ આદરી છે.
આ પણ વાંચો Delhi News: દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર ધુમ્મસના લીધે 35 વાહનો અથડાયા
સરકારી ગાડી: અમે અમદાવાદ ખાતે તપાસના કામે જતા હતા. એ દરમિયાન મંડાલી પાસે હોનેસ્ટ હોટેલ નજીક હાઇવે પર અમારી સરકારી ગાડીની આગળ રીક્ષા જતી હતી. રિક્ષાએ એકાએક બ્રેક મારતા પોલીસ ગાડીના ડ્રાઇવરે કંટ્રોલ કરતા પાછળ આવી રહેલ ડમ્પરે પોલીસ વાન ને પાછળથી ટક્કર મારતા અમારી ગાડી પલટી મારી ગઈ છે.અમે ગાડીમાં ચાર પોલીસના માણસો હતા તમામ સુરક્ષિત છીએ અમને કોઈ પ્રકારની ઇજા નથી ભગવાનનો આભાર વ્યક્ત કરીયે છીએ--dyspથરાદ
આ પણ વાંચો Ajmer Gas Tanker Accident : અજમેરમાં ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત, 4ના મોત
બોલેરો ગાડીમાં જતા હતા: જોધાભાઈ નારણ ભાઈ,ડ્રાઇવર પ્રવીણ ભાઈ કરશનજી અને રાઇટર વસના ભાઈ હરિભાઈ સાથે અમદાવાદ ખાતે કોઈ કેસને લઇ તપાસ માટે બોલેરો ગાડીમાં જતા હતા.એ દરમિયાન મહેસાણા નંદાસણ રોડ પર આવેલ મંડાલી પાટિયા પાસે પોલીસની ગાડીની આગળ રીક્ષા જતી હતી. રીક્ષા ચાલકે બ્રેક મરતા પોલીસ ગાડીના ડ્રાઇવરે પણ ગાડી કાબુ કરી બ્રેક મારી. ત્યારે પાછળ આવી રહેલ ડમ્પર ચાલકે પોલીસની ગાડી ને ટક્કર મારી જેના કરણે ગાડી પલ્ટી મારી ગઈ હતી.