મહેસાણાઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાનો આજે 100મો જન્મદિસવ (Hira Ba 100th Birthday) છે. જેની ખુશીમાં વડનગરમાં આજે ખુશીનો પર્વ ઉજવાઈ રહ્યો છે. ત્યારે હીરાબાના આ શતાયુ પર્વ પર વડનગરમાં તેમના 86 વર્ષના સખી અન્ય એક હીરા બા જૂની યાદો વાગોળતા હીરા બાને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
આ પણ વાંચોઃ હીરાબાએ 100મા વર્ષમાં કર્યો પ્રવેશ, PM મોદીએ એક જ દિવસમાં બે માતાના લીધા આશીર્વાદ
હીરા બાના બહેનપણી - હીરાબાના આ બહેનપણી વર્ષો પહેલા મોદીના માતા હીરા બને મળતા અને સુખ દુઃખની વાતો કરતા એક બીજાના ખબર અંતર પૂછતાં હતા. આ 86 વર્ષના હીરા બા તેમના બહેનપણી હીરા બાના પુત્ર નરેન્દ્ર મોદીને પાડોશીની સાથે સાથે શિક્ષિકાના સ્વરૂપમાં શિક્ષણ અને સંસ્કારોના ગુણનું સિંચન પણ કરેલું છે.
આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીએ ભાવુક બ્લોગ લખ્યો - મા... જેમાં સ્નેહ, ધૈર્ય, વિશ્વાસ, ઘણું બધું સમાયેલું
ધાર્મિક કાર્યો સાથે ઉજવણી - આ વડનગરની ધરતી પર રહેલા 86 વર્ષના હીરાબા પોતામાં વિધ્યાર્થી નરેન્દ્ર મોદી અને તેમના માતાને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. મોફીના માતા અને પોતાના સખી ખૂબ સારું અને સ્વસ્થ જીવન જીવે વધુ જીવે તેવી શુભકામના પાઠવી રહ્યા છે. આજે વડનગરમાં પણ હીરા બાના શતાયુ પ્રસંગે વિવિધ સેવા કાર્યો અને ધાર્મિક કાર્યો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.