મહેસાણા મહેસાણા જિલ્લાની અંદર આવેલા ઐતિહાસિક સ્થળો જોવાલાયક સ્થળો તરીકે આજે વિશ્વવિખ્યાત બન્યા છે. જોકે હજુ પણ મહેસાણા જિલ્લાનો વિકાસ એ દેશ અને દુનિયા માટે એક અલાયદી ભેટ પૂરી પાડી રહ્યો છે. મહેસાણા જિલ્લો પીએમ મોદીનું વતન ( PM Modi Native )છે જેને કારણે તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન હતાં ત્યારથી જ આ જિલ્લાના વિવિધ સ્થળોનો પર્યટન વિકાસ ( Tourist places in Mehsana ) શક્ય બન્યો હતો. પરિણામે આજે મોઢેરા સૂર્યમંદિર અને ઐતિહાસિક વડનગર બાદ અરવલ્લીની ગિરિમાળાઓ જ્યાંથી શરૂ થાય છે તેવા ધરોઈ વિસ્તારના વિકાસની યાત્રા ( New development project for Dharoi Dam Taran mata Temple will be Develop in Mehsana ) શરૂ થવા જઈ રહી છે.
ધરોઈ ડેમ માટે નવો વિકાસ પ્રોજેક્ટ મહેસાણા જિલ્લામાં આજે સૂર્યમંદિર અને વડનગર જેવી ઐતિહાસિક ધરોહર નિહાળવા દેશવિદેશથી લોકો પર્યટન સ્થળની મજા માણવા અને ઇતિહાસને જાણવા આવી રહ્યા છે. ત્યારે આજ મનોરંજનની સફરને વધુ દ્રઢ બનાવતા વડનગરથી થોડીક દૂર આવેલ કુદરતી વાતાવરણમાં મનોરંજન આપી શકે તેવા ધરોઈ ડેમ માટે નવો વિકાસ પ્રોજેક્ટ (New development project for Dharoi Dam) ની શરૂઆત થવા જઈ રહી છે. મહેસાણા જિલ્લામાં ફરવાલાયક સ્થળોની યાદી ( Tourist places in Mehsana ) માં આ એક વધુ ઉમેરો બનશે.
પુરાતત્વ વિભાગ દ્વારા સર્વે ધરોઈ ડેમ પરનો વિસ્તાર આમ તો ગામડાઓ અને જંગલ વિસ્તાર માનવામાં આવે છે. મોટાભાગની જમીન બિનઉપયોગી હોઈ આ વિસ્તારની કેન્દ્ર સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારે આ વિસ્તારમાંથી કેટલાક પૌરાણિક અવશેષો મળી આવ્યા હતાં. જે જોતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધરોઈ ડેમ પરથી લઇ તે વિસ્તારમાં આવેલ પૌરાણિક તારણ માતાના મંદિર સહિતના વિસ્તારને વિકાસ ( Taran mata Temple will be Develop in Mehsana ) કરવાનું સ્વપ્ન સેવ્યું હતું. જેને આગળ ધપાવતાં આજે ધરોઈ ડેમ વિસ્તારમાં નવો વિકાસ પ્રોજેક્ટ (New development project for Dharoi Dam) મૂકી સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કરવાના કામને આગળ ધપાવવામાં આવી રહ્યું છે.
ધરોઇ ડેમ વિકાસ પ્રોજેક્ટની છબીઓ હાલમાં ધરોઈ ડેમનો નવો પ્રોજેક્ટ કેવો હશે તેની ઝાંખી કરાવતી કેટલીક છબી સામે આવી છે. આ છબી જોતા ધરોઈ ડેમ વિસ્તારનો વિકાસ પર્યટકો માટે ખૂબ આકર્ષણનું કેન્દ્ર બનશે તેવું જોવા મળે છે. હાલમાં આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને લોકો પણ તેને જોઈ આ વિસ્તારમાં આ પ્રકારનો વિકાસ (New development project for Dharoi Dam) થશે અને પર્યટન સ્તરની મુલાકાતે જઈશું તે માટે ઉત્સાહી બન્યા છે. હવે જોવું રહેશે કે સરકાર દ્વારા આ જે છબીઓ જોવા મળી રહી છે તે પ્રકારનો વિકાસ ક્યારે અને કેટલા સમયમાં કરવામાં આવે છે અને આ જોવા મળતા પર્યટનની મુલાકાતો ક્યારે લઈ શકશે.