આ પતંગ મહોત્સવમાં કેનેડાના 2, ફ્રાન્સના 2, બેલ્જિયમના 2, જર્મનીના 5, ઇન્ડોનેશિયના 6, ઇઝરાયેલના 5, ઇટાલીના 4, કેન્યાના 4, કોરીયાના 4, લેબનોનના 2, લિથુનીયાના 4, મલેશિયાના 6, મેક્સિકોના 4, પોલેન્ડના 3, અને ઝીમ્બાબ્વેના 2 પતંગબાજોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાંથી કેરાલાના 22, મહારાષ્ટ્રના 16, દિલ્હીના 1 અને રાજસ્થાનના 4 પતંગબાજોએ ભાગ લીધો હતો. ત્યારે ગુજરાતમાંથી 2 પતંગબાજો પતંગ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમણે વિદેશના પંતગબાજો સાથે અવનવા પતંગોના કરતબનો આનંદ માણ્યો હતો.
આમ, આ પતંગ મહોત્સવમાં આખું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. ત્યારે જેલીફીશ, ડ્રેગન, મીકીમાઉસ, સ્ટ્રોબેરી આકાર, મીકીમાઉસ, વ્હેલ આકારના પતંગોની સાથે દેશની આન-બાન-શાન ઉજાગર કરતાં અને જુદાં-જુદાં સંદેશા આપતાં રંગ-બે-રંગી પતંગોમાં લોકોમાં પ્રિય બન્યાં હતા.