મહેસાણાના તોરણવાળી માતાના ચોકમાં ભીડ થતા પાલિકાએ દુકાનો સીલ કરી - મહેસાણા તોરણવાળી માતાના ચોકમાં ભીડ
મહેસાણા નગરપાલિકા દ્વારા તોરણવાળી માતાના ચોક બજાર વિસ્તારમાં પાલિકાની ટીમ દ્વારા શુકન નોવેલટી નામની દુકાનમાં ભારે ભીડ જોવા મળતા અધિકારીઓએ દુકાનને સીલ મારી દઈ વેપારીને નોટિસ ફટકારી છે.

- મહેસાણા પાલિકા દ્વારા દુકાનોમાં લોકોના ટોળા એકઠા થતા કાર્યવાહી કરાઇ
- બીજીવાર ભીડ દેખાય તો પોલીસ ફરિયાદ થશે: CO
મહેસાણા: ઠંડીની સિઝન તેમજ દિવાળીના તહેવારોમાં કોરોના વાઇરસ રોગચાળાને વકરવા માટે મોકળું મેદાન મળી ગયું છે. ત્યારે ઈટીવી ભારતે દિવાળીના તહેવારોમાં લાલબત્તી સમાન મહેસાણાના તોરણવાળી માતાના ચોક વિસ્તારના દ્રષ્યો કેદ કર્યા હતા જેમાં દુકાનના વેપારીઓ વેપારમાં અને ગ્રાહકો ખરીદીમાં મસ્ત હતા અને કોરોના ભુલાઈ ગયો હતો. હવે મહેસાણામાં સતત કોરોના કેસોનો આંક વધી રહ્યો છે ત્યારે તંત્ર હરકતમાં આવતા હવે મહેસાણાની બજારમાં ભીડભાડ કરતા વેપારીઓની સામે લાલ આંખ કરવામાં આવી છે.



વેપારીઓમાં ફેલાયો ફફડાટ
જેના ભાગરૂપે મહેસાણામાં તોરણવાળી માતાના ચોક બજાર વિસ્તારમાં પાલિકાની ટીમ દ્વારા શુકન નોવેલટી નામની એક દુકાનમાં ભારે ભીડ જોવા મળતા પાલિકા અધિકારીઓએ દુકાન સીલ કરી નોટિસ ફટકારી છે. આમ પાલિકાના અધિકારીઓ દ્વારાવેપારીઓ સામે કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવતા અનેક વેપારીઓમાં હવે ફફડાટ વ્યાપ્યો છે.