મહેસાણાઃ કરોના વાઇરસની મહામારી સમયમાં આવેલ વિશ્વ યોગ દિવસની સામુહિક રીતે ઉજવણી કરવી હાલના સંજગોમાં શક્ય નથી, ત્યારે ખાસ સરકારના આયુશમંત્રાલય દ્વારા કરોના સામેની જંગમાં નાગરિકો સુરક્ષિત રહે માટે યોગને પ્રાધાન્ય આપતા માય લાઈફ માય યોગા કોમ્પિટિશનનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા થકી લોકો યોગ કરતા થાય અને યોગ દ્વારા પોતાનામાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી કરોના વાઇરસ સહિતની બીમારી સામે રક્ષિત બને ત્યારે સરકારના આ પ્રયાસને આયોજનને સમર્થન આપતા મહેસાણા જિલ્લાના અંબાલા ગામની એક યુવા મિસવર્લ્ડ યોગીની પૂજા પટેલે કોમ્પિટિશનમાં ભાગ લઈ પોતાનો વીડિયો ઓનલાઈન અપલોડ કર્યો છે. યોગ કવિન પૂજાના મતે યોગ એજ રોગપ્રતિકારક ઉપાય છે. માટે લોકો વધુને વધુ યોગા સાથે જોડાય અને સ્વસ્થ રહે તે જરૂરી બન્યું છે.
વિશ્વ યોગ દિવસની સામુહિક ઉજવણી મોકૂફ, મિસવર્લ્ડ યોગીની પૂજા પટેલ ઓનલાઈન યોગ સ્પર્ધામાં જોડાઈ પૂજા પટેલ મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના છેવાડે આવેલ અંબાલા ગામની એક ખેડૂત પુત્રી છે. જેને ટીવીના એપિસોડ થકી પોતાના પિતાને યોગ ગુરુ માની યોગામાં વિશ્વ સ્તરેના માત્ર પોતાના વતન પરિવાર તથા દેશનું નામ ઉજળું કર્યું છે. પૂજાએ અત્યાર સુધીમાં અનેક યોગ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવી સન્માન અને સિલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે તો પૂજા પટેલને અત્યાર સુધીમાં રાજ્ય કક્ષાએ 8 વાર પ્રથમ નંબર, સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા, યોગા ફેડરેશન ઓફ ઇન્ડિયા, ગુજરાત સ્ટેટ યોગાસન ચેમ્પિયન સ્પર્ધા, ઇન્ડિયા યોગ ચેમ્પિયનશિપ સ્પર્ધા, ખેલમહાકુંભ સ્પર્ધા, યોગા ઇન્ટરનેશન એન્ડ એવોર્ડ ઇવેન્ટ પાર્ટિસિપન્ટ સ્પર્ધા, જીમનાસ્ટીક સ્પર્ધા સહિતની અનેક યોગ સ્પર્ધાની અને હરીફાઈમાં વિજેતા બની જિલ્લા અને રાજ્ય અને દેશને ગૌરવ અપાવ્યું છે. પૂજાએ 157 સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા બની છે મિસ ઇન્ડિયા યોગીની 18 વખત બની છે તો ઇન્ટરનેશનલ લેવલે 6 ગોલ્ડ મેડલ અને 4 વાર વર્લ્ડ મિસ યોગીનીનું બિરુદ મેળવ્યું છે.વિશ્વ યોગ દિવસની સામુહિક ઉજવણી મોકૂફ આમ પૂજા પટેલે ચોથા ધોરણના અભ્યાસથી હાલની કોલેજ લાઈફ સુધીમાં યોગાની અંદર અગણિત પ્રગતિના સોપાન સર કરી ભારતનું ગૌરવ વધાર્યું છે. તો આવનાર દિવસમાં સૌ કોઈ યોગાસન સાથે જોડાઈ કોરોના સામેની લડતમાં દેશને વિજયી બનાવે તેવી અપેક્ષા પૂજા દ્વારા રાખવામાં આવી છે.