મહેસાણા: યોગ એ દરેક પ્રકારના શારીરિક અને માનસિક રોગનો ઉપચાર છે. યોગ થકી અનેક શક્તિનો ઉદ્ભવ થતો હોય છે. ત્યારે મિસ વર્લ્ડ યોગીનીએ લોકડાઉનનું પાલન કરતા પોતાના ઘરે જ રહી કોરોના સામેની જંગ લડવા લોકો સુધી વિવિધ યોગની પદ્ધતિ દર્શાવતા વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. આ વીડિયો લોકો સુધી પહોંચે અને યોગ થકી લોકો શારીરિક અને માનસિક રીતે શસક્ત બને તેવો એક નાનકડો પ્રયાસ કર્યો છે.
પૂજા પટેલના આ સેવાકાર્યની શરૂઆત માટે તેને પોતાના વીડિયોમાં લોકોને અપીલ કરી છે કે, લોકડાઉન બાદ પોતે ગામે ગામ યોગ શિબિરનું આયોજન કરવામાં આવે જે માટે પોતે ગ્રામ્ય વિસ્તારમાં જઈ લોકોને યોગ શીખવી અને યોગ વિશેના ફાયદા સહિતની માહિતી પૂરી પાડશે.
પૂજા પટેલે જણાવ્યું કે, લોકડાઉન બાદ તે ગામે ગાન જઈને યોગ શિબીરનું આયોજન કરશે, જે કોરોના સાથે અનેક રોગ માટે યોગનું શિક્ષણ જન આરોગ્ય માટે વધુ હિતાવહ બનશે.