મહેસાણા: કોરોના વાઇરસની મહામારી સમયમાં આવેલા વિશ્વ યોગ દિવસની સામુહિક રીતે ઉજવણી કરવી હાલના સંજગોમાં શક્ય નથી, ત્યારે ખાસ સરકારના આયુશમંત્રાલય દ્વારા કરોના સામેની જંગમાં નાગરિકો સુરક્ષિત રહે માટે યોગને પ્રાધાન્ય આપતા માય લાઈફ માય યોગા કોમ્પિટિશનનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ભાગ લેનારા મહેસાણાની પૂજા પટેલ દ્વિતીય સ્થાને આવી મહેસાણા સહિત રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
કોરોના વાઇરસની મહામારી સમયમાં આવેલા વિશ્વ યોગ દિવસની સામુહિક રીતે ઉજવણી કરવી શક્ય ન હતી. ત્યારે ખાસ સરકારના આયુશમંત્રાલય દ્વારા કરોના સામેની જંગમાં નાગરિકો સુરક્ષિત રહે માટે યોગને પ્રાધાન્ય આપતા માય લાઈફ માય યોગા કોમ્પિટિશનનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધા થકી લોકો યોગ કરતા થાય અને યોગ દ્વારા પોતાનામાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી કરોના વાઇરસ સહિતની બીમારી સામે રક્ષિત બને ત્યારે સરકારના આ પ્રયાસને આયોજનને સમર્થન આપતા મહેસાણા જિલ્લાના અંબાલા ગામની એક યુવા મિસવર્લ્ડ યોગીની પૂજા પટેલે કોમ્પિટિશનમાં ભાગ લઈ પોતાનો વીડિયો ઓનલાઈન અપલોડ કર્યો હતો.
યોગ કવિન પૂજાના પટેલને રાષ્ટ્રીય આ યોગ સ્પર્ધામાં બીજા નમ્બરે સ્થાન પ્રાપ્ત થયું છે. પૂજા પટેલે વિશ્વ સ્તરે અનેક સિદ્ધિઓ હાંસલ કરી તાજેતરમાં રાષ્ટ્રીય સ્તરે ઓનલાઈન યોગા સ્પર્ધામાં પણ મહેસાણા સહિત રાજ્યની પહેલી યોગ વિજેતા બની ગૌરવ વધાર્યું છે.
પૂજા પટેલ મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના છેવાડે આવેલા અંબાલા ગામની એક ખેડૂત પુત્રી છે. જેને ટીવીના એપિસોડ થકી પોતાના પિતાને યોગ ગુરુ માની યોગામાં વિશ્વ સ્તરેના માત્ર પોતાના વતન પરિવાર તથા દેશનું નામ ઉજળું કર્યું છે.
પૂજાએ અત્યાર સુધીમાં અનેક યોગ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવી સન્માન અને સિલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. તો પૂજા પટેલને અત્યાર સુધીમાં રાજ્ય કક્ષાએ 8 વાર પ્રથમ નંબર, સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા, યોગા ફેડરેશન ઓફ ઇન્ડિયા, ગુજરાત સ્ટેટ યોગાસન ચેમ્પિયન સ્પર્ધા, ઇન્ડિયા યોગ ચેમ્પિયનશિપ સ્પર્ધા, ખેલમહાકુંભ સ્પર્ધા, યોગા ઇન્ટરનેશન એન્ડ એવોર્ડ ઇવેન્ટ પાર્ટિસિપન્ટ સ્પર્ધા, જીમનાસ્ટીક સ્પર્ધા સહિતની અનેક યોગ સ્પર્ધાની અને હરીફાઈમાં વિજેતા બની જિલ્લા અને રાજ્ય અને દેશને ગૌરવ અપાવ્યું છે.
પૂજાએ 157 સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા બની છે. મિસ ઇન્ડિયા યોગીની 18 વખત બની છે. તો ઇન્ટરનેશનલ લેવલે 6 ગોલ્ડ મેડલ અને 4 વાર વર્લ્ડ મિસ યોગીનીનું બિરુદ મેળવ્યું છે.
આમ પૂજા પટેલે ચોથા ધોરણના અભ્યાસથી હાલની કોલેજ લાઈફ સુધીમાં યોગાની અંદર અગણિત પ્રગતિના સોપાન સર કરી ભારતનું ગૌરવ વધાર્યું છે. તો આવનારા દિવસમાં સૌ કોઈ યોગાસન સાથે જોડાઈ કોરોના સામેની લડતમાં દેશને વિજય બનાવે તેવી અપેક્ષા પૂજા દ્વારા રાખવામાં આવી છે.