બાંગ્લાદેશના ઢાકામાં તારીખ 26 અને 27 જુુલાઇના રોજ એશિયન યોગા કોમ્પિટિશનશીપ સ્પર્ધા યોજાઈ હતી. આ બે દિવસીય યોજાયેલી સ્પર્ધામાં ભારત, બાંગ્લાદેશ અને હોંકોંગ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. મહેસાણાની પૂજા પટેલે આગવું યોગ કૌશલ્ય પ્રદર્શિત કરતા વિજેતા બની હતી અને ભારતનું નામ રોશન કર્યું હતું. પૂજાએ વિવિધ ચાર સ્પર્ધામાં 2 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા હતા. જેમાં યોગાની ટ્રેડિશનલ અને આર્ટિસ્ટિક સ્પર્ધામાં 2 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા. જ્યારે રેધેમિક અને આર્ટિસ્ટિક પેર સ્પર્ધામાં 2 સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ભારતનો ડંકો વગાડ્યો છે. પૂજાને વિજેતા તરીકે મેડલો અને સન્માન પત્રોથી નવાજવામાં આવી હતી.
![msn](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-msn-05-pooja-no-bangladesh-ma-danko-photo-story-7205245_29072019191745_2907f_1564408065_89.jpg)
![msn](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-msn-05-pooja-no-bangladesh-ma-danko-photo-story-7205245_29072019191745_2907f_1564408065_38.jpg)
![મહેસાણાની પૂજાએ બાંગ્લાદેશની યોગ સ્પર્ધામાં ભારતનો ડંકો વગાડ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-msn-05-pooja-no-bangladesh-ma-danko-photo-story-7205245_29072019191745_2907f_1564408065_582.jpg)