કોરોનાના વધી રહેલા સંક્રમણને કારણે વેપારીઓ ચિંતામાં મુકાયા
- મહેસાણ જિલ્લામાં વધી રહેલા સંક્રમણને લઇ વેપારીઓ ચિંતિત
- જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક 470 થયો
- મહેસાણા નગર પાલિકા સાથે સહયોગ સાધી વેપારીઓ દ્વારા સમયમર્યાદા નક્કી કરાઈ
- કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા બજારો ખોલવા અને બંધ કરવા સમયમર્યાદા નક્કી કરાઈ
મહેસાણાઃ જિલ્લામાં કોરોના વાઇરસના વધી રહેલા સંક્રમણને પગલે વેપારીઓ ચિંતામાં મુકાયો છે. સતત ગ્રાહકો સાથેનો સંપર્ક અને દિવસ દરમિયાન વેપાર ખરીદી માટેની ભાગ દોડને પગલે એક વ્યક્તિ બીજા વ્યક્તિના સંપર્કમાં આવતા હાલમાં મહેસાણા જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક 470 પર પહોંચ્યો છે, ત્યારે મહેસાણા નગર પાલિકા સાથે સહયોગ સાધી વેપારીઓ દ્વારા સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી બજારો ચાલુ રાખી ત્યાર બાદ તમામ પ્રકારના વેપાર ધંધા બંધ રાખવા ફરમાન કરાયું છે. વેપારીઓ દ્વારા વાઇરસના સંક્રમણને અટકાવવા બજારો ખોલવા અને બંધ કરવા સમયમર્યાદા નક્કી કરાઈ છે.