મહેસાણા: મહેસાણા જિલ્લાના સાંસદની ગ્રાન્ટમાંથી કોવિડ-19 ફંડ માટે પ્રથમ તબક્કામાં રુપિયા 24.67 લાખની મંજૂરી આપવામાં આવી છે. જેમાં કોરોના નિવારણ પગલાં હેતુસર વિવિધ 13 વસ્તુઓની ખરીદી અને સવલતો માટે મંજૂરી અપવામાં આવી છે.
સાંસદ શારદાબેન પટેલ દ્વારા વર્ષ 2019-20ની ગ્રાન્ટમાંથી રૂપિયા 60 લાખની ગ્રાન્ટની ભલામણ કોવિડ-19ની સારવાર ફંડ માટે કરવામાં આવી હતી. જેમાં સિવિલ સર્જન મહેસાણા તરફથી રૂપિયા 24.67 લાખની મંજૂરી સાથે આયોજન કચેરી દ્વારા વહીવટ મંજૂરી કરી ગ્રાન્ટ સિવિલ સર્જનના હવાલે મુકવામાં આવી છે.
પ્રથમ તબક્કામાં કોરોના નિવારણના પગલા હેતુસર વિવિધ 13 વસ્તુઓની ખરીદી અને સવલતો માટે રૂપિયા 24.67 લાખની મંજૂરી અપાવામાં આવી છે. જેમાંથી ટ્રિપલ માસ્ક, એન-95 માસ્ક, પીપીઇ કીટ, આલ્કોહોલ સેનીટાઇઝર, સર્જીકલ ગ્લોઝ, સર્જીકલ હેડકેપ, થર્મોમીટર, બીપી ઈન્સ્ટ્રુમેન્ટ, ન્યૂબીલાઇઝર સહિતની વિવિધ વસ્તુઓ ખરીદવામાં આવશે.