- મહેસાણા LCB એ બનાવટી આધારકાર્ડનું કૌભાંડ ઝડપી પાડ્યું
- કૌભાંડમાં બે તબીબો સહિત 4 સામેલ
- વિડા ક્લિનિકલ રિસર્ચ પ્રા. લિ. નામની કંપનીમાં ચાલતું હતું કૌભાંડ
મહેસાણાઃ બાયપાસ નજીક આવેલા રાધે પેલેડીયમ નામના કોમ્પ્લેક્સમાં વિડા ક્લિનિકલ પ્રા. લિ. નામની કંપનીમાં વોલેન્ટરોની સ્ટડી સંખ્યામાં વધારો દર્શવવા હેતુ ડુપ્લીકેટ આધાર કાર્ડ બનવવામાં આવતા હોવાની માહિતી મહેસાણા પોલીસને મળી હતી. જેને લઈ મહેસાણા LCBના સ્ટાફ દ્વારા સ્થળ પર જઈ દરોડા પાડતા આ કંપનીમાં ફરજ બજાવતો પરીક્ષિત પટેલ કોમ્પ્યુટર સહિતના ઇલેક્ટ્રિનિક્સ ઉપકરણોની મદદથી સોફ્ટવેર આધારે ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવતા હોવાની ઘટના સામે આવી હતી.
પોલીસે સ્થળ પર હાજર કર્મચારી સહિત 1.05 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
મહેસાણામાંથી મળી આવેલા ડુપ્લીકેટ આધાર કાર્ડ બનાવવાના કૌભાંડમાં પોલીસે સ્થળ પરથી પરીક્ષિત પટેલની અટકાયત કરી કોમ્પ્યુટર, ઝેરોક્ષ મશીન, પ્રિન્ટર, લેમીનેશન મશીન અને પ્લાસ્ટિક પેપર સહિત કુલ 1.05 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે સાથે જ ગુનામાં સામેલ બે તબીબ ડૉ. આનંદ નવીનભાઈ જેઠવા, એડમીન બિપિન શ્રીધરભાઈ ઈકે, ચૌધરી પ્રકાશ સરદારભાઈ અને પરીક્ષિત પટેલની અટકાયત કરી મહેસાણા તાલુકા પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરી હતી.
વોલેન્ટરોની વધુ સંખ્યા બતાવવા કરાતું હતું ડુપ્લીકેટ આધાર કાર્ડનું કૌભાંડ
સામાન્ય રીતે ગુનો પછી બને છે અને આરોપીઓમાં ગુનાનું કારણ પહેલા ઉદ્દભવે છે, ત્યારે આવી જ રીતે મહેસાણામાંથી ડુપ્લીકેટ આધાર કાર્ડ તૈયાર કરનારા ઠગબાજ છેતરપિંડી કરવા વોલવન્ટરોની સંખ્યામાં વધારો દર્શવવા માટે એકનું આધાર કાર્ડ સ્કેન કરી ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો અને પોતાનું શેતાની દિમાગ વાપરીને બીજા કોઈનો ફોટો એડ કરી બનાવટી આધાર કાર્ડ તૈયાર કરતા હતા. જોકે આ ગુનાની દસ્તક પોલીસનેના કાને પડતા જ વધુ ડુપ્લીકેટ આધાર કાર્ડ બનાવે તે પહેલા જ આ કૌભાંડીને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે, ત્યારે આ શખ્સોએ ગુનાહિત કૃત્ય આચરી કેટલી ગેરરીતિ કરી છે. તે પોલીસ કાર્યવાહી બાદ બહાર આવી શકે તેમ છે..!