મહેસાણા : જિલ્લાના કુલ 2,83,614 રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા અન્વયે અગ્રતા ધરાવતાં કુટુંબો, અત્યોદય કુટુંબો અને નોન એન.એફ.એસ.એ. બી.પી.એલ કુટુંબો પૈકી મે-2020 દરમ્યાન 9.22 % એટલે કે, કુલ 26,170 થી વધુ કુટુંબોને વિનામૂલ્યે માહે મે-2020નું નિયમિત વિતરણ તથા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું વિતરણ મળી બંન્ને યોજના અંતર્ગત ઘઉં, ચોખા, ખાંડ, આયોડાઇઝડ મીઠું અને ચણા કે, ચણાદાળનું વિતરણ કરવામાં આવેલ છે.
મહેસાણા જિલ્લાના કુલ 2,21,996 રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા અન્વયે અગ્રતા ધરાવતાં ન હોય તેવા NON NFSA APL-1 કુટુંબો પૈકી મે-2020 દરમ્યાન 67.26 % એટલે કે, કુલ 1,49,322 થી વધુ કુટુંબોને વિના મુલ્યે ઘઉં, ચોખા, ખાંડ અને ચણા કે, ચણાદાળનું વિતરણ કરવામાં આવેલ છે. નોવેલ કોરોના વાયરસ (covid-19)ના સંક્રમણને નિયંત્રણમાં લાવવાના પગલાના ભાગરૂપે અમલમાં મુકવામાં આવેલ લોકડાઉન સંદર્ભમાં "મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ" હેઠળ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-2013(NFSA) અંતર્ગત સમાવિષ્ટ રેશનકાર્ડધારકો તેમજ NON NFSA BPL રેશનકાર્ડ ધારકોને પ્રતિ કુટુંબ રૂ.1000/- DBTથી સબંધિતોના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવી આવ્યા છે.
મહત્વનું છે કે, સરકાર દ્વારા 55 દિવસથી વધુના લોકડાઉનની સ્થિતિમાં જરૂરિયાતમંદ નાગરિકો અને પરિવારો મુશ્કેલી ન અનુભવે માટે નિઃશુલ્ક રાશન અને દરેક રેશન કાર્ડ ધરાકને 1000 રૂપિયા આપી સહાય કરવામાં આવે છે. જેને લઈ લાભાર્થીઓએ સરકારના કાર્યને બિરદાવી આભાર વ્યક્ત કર્યો છે.