મહેસાણાઃ મેવડમાં 66 લાખ રૂપિયાનું બાયોડીઝલ રેકેટ સામે આવતા (Mehsana Biodiesel Racket) મહેસાણા તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટર આર. એલ. પારધીને સસ્પેન્ડ (Mehsana taluka police inspector suspended ) કરવામાં આવ્યા છે. અહીંથી બાયોડીઝલનો મોટો જથ્થો ઝડપાયો હતો.
આ પણ વાંચો- Robbery in Morbi: આંગડીયા કર્મચારીને માર મારી 1.19 કરોડની લૂંટ પ્રકરણમાં ત્રણ ઝડપાયા
સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી બાતમી- આ અંગે મળતી માહિતી અનુસાર, રાજ્યના સ્ટેટ મોનોટરિંગ સેલને (State Monitoring Cell Raid) બાતમી મળતા મહેસાણા તાલુકાના મેવડ ગામની સીમમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અહીં તપાસ કરતા ગેરકાયદેસર રીતે ચાલતું બાયોડીઝલનું કૌભાંડ (Mehsana Biodiesel Racket) સામે આવ્યું હતું. તો પોલીસે 66 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી મુખ્ય આરોપી દશરથ પટેલ સહિત 9 લોકો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો- Biodiesel seized in Surat : સુરતના નંદાવ પાટિયા નજીકથી પોલીસે 14 લાખનું બાયોડીઝલ ઝડપ્યું
PI સસ્પેન્ડ - રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીએ સ્થાનિક પોલીસ સ્ટેશન મહેસાણા તાલુકા પોલીસ મથકના મુખ્ય અધિકારી આર. એલ. પારધીની સમગ્ર મામલે બેદરકારી હોવાના મામલે તેમને ફરજ પરથી બરતરફ (Mehsana taluka police inspector suspended) કર્યા છે.