મહેસાણઃ જિલ્લાના ખેરાલુ તાલુકાના રહેમાનપુરા દેલવાડા રોડ નજીક બાઇક સ્લીપ થઇ હતી. આ અકસ્માતમાં સાબરકાંઠાના 25 વર્ષીય વિક્રમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મૃતક વિક્રમ પોતાની સાસરી ડભોડાથી સાંબરકાઠા તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન વિક્રમને અકસ્માત નડ્યો હતો. ખેરાલુ પોલીસે સમગ્ર મામલે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલા રહેમાનપુરા દેલવાડા માર્ગ પર સાબરકાંઠા તરફ જઈ રહેલા 25 વર્ષીય બાઇક ચાલક વિક્રમનું બાઇક સ્લીપ થઇ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક યુવકને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ખેરાલુ રહેમાનપુરા દેલવાડા રોડ પર બાઇક અકસ્માતની ઘટના સામે આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, પોલીસ તપાસમાં મૃતક યુવક મૂળ સાબરકાંઠા જિલ્લાનો રહેવાસી હોવાનો અને ખેરાલુ નજીક આવેલા ડભોડા ગામનો જમાઈ હતો. જે પોતાની સાસરીમાં સામાજિક કામ અર્થે ગયો હતો.
સાસરીથી પરત ફરતા રસ્તામાં કોઈ કારણસર પોતાના બાઇક પરથી કાબૂ ગુમાવતા બાઇક ફંગોળાઈને સ્લીપ થયું ગયું હતું, જેમાં ગંભીર રીતે ઇજા થવાને કારણે યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે સમગ્ર મામલે પ્રાથમિક તપાસ કરી સ્થળ પંચનામું અને મૃતકના મૃતદેહનું પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.