- પાર્ક રાજ્યનુ રોલ મોડેલ બન્યું
- સાત દેશોની 30 વિદેશી કંપનીઓનું સંચાલક મંડળ રહ્યું ઉપસ્થિત
મહેસાણાઃ કડી-વિઠલાપુર ધોરીમાર્ગ પર મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં રાજ્યનુ પ્રથમ સ્વયંસંચાલિત સુરક્ષા સેવાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં સાત દેશોની 30 વિદેશી કંપનીઓનાં સંચાલક મંડળની ઉપસ્થિતિમાં સ્વયંસંચાલિત સુરક્ષા સેવાને કાર્યરત કરવામા આવી હતી.
સુરક્ષા માટે માણસોની ઓછી જરૂરિયાત રહેશે
કડી-વિઠ્ઠલાપુર રોડ પર આવેલ મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે રાજ્યનુ રોલ મોડેલ બનવા પામ્યું છે. ઓટોમેશન સિક્યોરિટી સીસ્ટમ એવી ટેકનોલોજી છે જેમાં સુરક્ષા કર્મીઓની ઓછી જરૂરિયાત પડે છે. આંતરરાષ્ટ્રિય ભાવિ ટેકનોલોજી અને મેસ્કોટના વિઝન સાથે પાર્કની સુવિધાઓમાં સ્વયંસંચાલિત સુરક્ષા સેવા આંતરરાષ્ટ્રીય સ્તરની મળી રહે તેવો પાર્કના ડીરેકટર સંજયકુમાર નટવરલાલ પટેલનો અભિગમ છે. મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવનાર વ્યક્તિને કંપનીઓમાં પ્રવેશ માટે સંસ્થા તરફથી મેઈલની ખાતરી ન મળે ત્યાં સુધી તેમને પ્રવેશ મળતો નથી. જેથી અનઅધિકૃત વ્યક્તિને પ્રવેશ મળતો નથી. કંપનીઓમાં આવનાર કર્મચારીને પ્રવેશ માટે RS ID લગાવવામાં આવે છે.