- બજેટને લઈ APMC ક્ષેત્રે ખુશીનો માહોલ
- તમામ APMC ઈન્ટરનેટથી જોડાશે
- 16.5 લાખ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું
મહેસાણાઃ કેન્દ્ર સરકારની બજેટ જાહેરાતમાં કૃષિ ક્ષેત્રે 16.5 લાખ કરોડ ફાળવવામાં આવ્યાં છે, જેની સીધી અસર APMCમાં જોવા મળશે. કારણકે ખેડૂતો આ બજેટનો લાભ લઇ ખેત ઉત્પાદન APMC માં વેંચતા હોય છે અને ત્યાં તેમની ઉપજમાં બજેટના ફાયદા મળ્યાં બાદ વેચાણ ક્ષેત્રે સારા ભાવો મળતા ખેડૂતોને સીધો લાભ મળતો હોય છે.
1.45 લાખ કરોડના અનાજની ખરીદી કરાઈ
સરકારની જાહેરાતમાં ઘઉંના MSP પર વાત કરતા 1.5 ગણો MSP રેટ વધારવાની વાત રજુ કરાઈ છે તો 1.45 લાખ કરોડના અનાજની ખરીદી પણ કરવામાં આવી છે.
તમામ APMC ઈન્ટરનેટથી જોડાશે
બજેટમાં આ વખેત APMC સહકારી સંસ્થાઓ માટે એક નવી જ વાત રજૂ કરવામાં આવી છે, જેમાં તમામ APMCને ઈન્ટરનેટ કનેક્ટિવિટીથી જોડવાની જાહેરાત કરાઈ છે. જે માટે પણ બજેટની ફાળવણી કરવામાં આવી છે. આમ હવે આ વખતે કેન્દ્ર સરકારના બજેટમાં સીધી રીતે કોઈ બજેટની જાહેરાત APMC ના મોટા લાભ માટે નથી કરાઈ તો MSP થી APMCને કોઈ ખાસ ફરક નહિ વર્તાય કારણ કે શેષ તો APMC ને જ મળવાપાત્ર છે, માટે MSP વધારે મળે તે ખેડૂતોના હિતમાં છે અને કેન્દ્ર સરકારનો પ્રયત્ન ખેડૂતોની આવક બમણી કરવાનો છે, તેમા સફળતા મળશે તેવું ચેરમેન વિનોદ પટેલે જણાવ્યું છે.