- મહેસાણામાં કોરોનાના કેસ વધતે 10 દિવસ લૉકડાઉન રહેશે
- નગરપાલિકાએ વેપારી એસોસિએશનો સાથે બેઠક કરી નિર્ણય લીધો
- મહેસાણામાં 22 એપ્રિલથી 2 મે સુધી સંપૂર્ણ લૉકડાઉનનો કરાયો નિર્ણય
- લૉકડાઉન દરમિયાન માત્ર મેડિકલ અને ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે
મહેસાણાઃ થોડા દિવસ પહેલા મહેસાણા જિલ્લામાં કોરોનાના કેસ એક જ આંકડામાં આવતા હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી મહેસાણામાં પણ કેસ વધી રહ્યા છે. શહેરમાં કોરોનાની ચેન તોડવા મહેસાણા નગરપાલિકા અને વેપારીઓ વચ્ચે એક બેઠક યોજાઈ હતી, જેમાં મહેસાણાના તમામ વેપારી એસોસિએશનના અગ્રણી ઉપસ્થિત હતા. બેઠકમાં 22 એપ્રિલથી 2 મે સુધી મહેસાણામાં સંપૂર્ણ લૉકડાઉન રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લાનું ધાનેરા 7 દિવસ સુધી સ્વયંભૂ બંધ
લૉકડાઉનમાં મેડિકલ અને ઈમરજન્સી સેવા ચાલુ રહેશે
કોરોનાની ચેન તોડવા 10 દિવસ સંપૂર્ણ લૉકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, આ લૉકડાઉન દરમિયાન મેડિકલ અને ઈમરજન્સીની સેવાઓ ચાલુ રહેશે.
આ પણ વાંચોઃ ડાંગ જિલ્લામાં 5 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયુ
વેપારીઓ પાસે કરાવાયું લૉકડાઉન
મહેસાણા જિલ્લામાં એક તરફ સંક્રમણ વધી રહ્યું છે ત્યાં કોરોનાને વધતા જતા સંક્રમણને અટકાવવા લૉકડાઉન જ એક વિકલ્પ રહ્યો છે. આ વખતે સરકારે લૉકડાઉનની જાહેરાત નથી કરી તેમ છતાં મહેસાણા નગરપાલિકાએ શહેરના વેપારીઓને સમજાવી લૉકડાઉન લગાવવા મનાવી લીધા હતા.