મહેસાણા ખેરાલુ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત યોજાયેલ મતગણતરીમાં શરૂઆત થી ભાજપ કોંગીસ વચ્ચે ટક્કર જામી હતી. જોકે શરૂઆતના બીજા રાઉન્ડ બાદ સતત ભાજપ લીડ મેળવી હતી.
ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોરે 60875
કોંગ્રેસના ઉમેદવાર બાબુજી ઠાકોરે 31784
NCP ઉમેદવાર પથુજી ઠાકોરે 1753
અપક્ષ માંથી મહિલા ઉમેદવાર જરીનાબેન ઠાકોરને 718
નોટામાં કુલ 1822
કુલ મતો ૯૬૯૨૨
કોંગ્રેસના ઉમેદવાર કરતા ભાજપના ઉમેદવારને 290921 મતો વધારે મળતા તેઓ વિજેતા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે વિજય બનવાની ખુશીમાં અજમલજી ઠાકોર અને તેમના સમર્થકો સહિત ભાજપમાં ખુશીનો જશ્ન છવાયો છે. ત્યાં બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારે સતત ભાજપ સામે 2 વખત હારનો સામનો કરવો પડ્યો છે.