ETV Bharat / state

ઊંઝામાં કામલીના યુવકને 10 હજાર આપવાનું કહી 97 હજારની ઠગાઇ કરી દીધી

મહેસાણામાં જિલ્લામાં સાયબર ક્રાઇમના દરમાં વધારો વધારો થયો છે. ઊંઝા તાલુકામાં આવેલા કામલી ગામે રહેતા નાગજી રાજપૂત નામના વ્યક્તિને કોઈ અજાણ્યા નંબરથી ફોન આવેલા અને 10,500 ઉછીના પૈસા પરત આપવાનું કહ્યું હતું.

10 હજાર આપવાનું કહી 97 હજારની ઠગાઇ કરી દીધી

author img

By

Published : May 15, 2021, 1:01 PM IST

  • જિલ્લામાં સાયબર ક્રાઇમના દરમાં વધારો
  • ઉછીના પૈસા પરત આપવાનું કહી કરી ઠગાઇ
  • 6 મિનિટમાં 7 ટ્રાન્જેક્શન કરી 97 હજાર પડાવી લીધા

મહેસાણા : જિલ્લામાં ક્રાઈમની સાથે-સાથે સાયબર ક્રાઇમનો દર પહેલા કરતા વધુ વધી ગયો છે. ત્યારે તાજેતરમાં જિલ્લાના ઊંઝા તાલુકામાં આવેલા કામલી ગામે રહેતા નાગજી રાજપૂત નામના વ્યક્તિને કોઈ અજાણ્યા નંબરથી ફોન આવેલા અને 10,500 ઉછીના પૈસા પરત આપવાનું કહ્યું હતું.

ક્યૂઆર કોડ મોકલી તેને સ્કેન કરાવીને 5 હજાર ઉપાડી લીધા

નાગજીભાઈએ બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવાનુ કહેતા સામે વાળા શખ્શે બેન્ક ખાતામાં નહિ પરંતુ ઓનલાઈન ટ્રાન્સફર કરી આપવા કહ્યું હતુ. નાગજીભાઈએ પોતાના દીકરા પાસે રહેલા ઓનલાઈન કામગીરી થઈ શકે તેવા ફોનની માહિતી આપેલી ત્યારે સામે વાળા અજાણ્યા શખ્સે નગજીના દીકરાના મોબાઈલ ફોન પર એક ક્યૂઆર કોડ મોકલી તેને સ્કેન કરાવીને 5 હજાર ઉપાડી લીધા હતા.

આ પણ વાંચો : સાઇબર ક્રાઇમ સામે અસરકારક રીતે લડવા માટે રણનીતિની આવશ્યકતા

માત્ર 26 મિનિટમાં 7 ટ્રાન્જેક્શન કરી 97 હજાર પડાવી લીધા

ભોગબનનારને વિશ્વાસમાં લેવા 10 હજાર પરત કર્યા હતા. ત્યારબાદ ફરી એકવાર ક્યુઆર કોડ મોકલી સ્કેન કરાવતા માત્ર 26 મિનિટમાં 7 ટ્રાન્જેક્શન કરી 97 હજાર ઓનલાઈન ઠગાઈ કરી પડાવી લીધા હતા. નગજીભાઈને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણ થતા તેમણે બનાવની તમામ વિગતો અને મોબાઈલ ફોન સાથે લઈ ઊંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મોબાઇલ પર ક્યુઆર કોડ સ્કેન કરાવી 97 હજાર પડાવી લીધા
ઊંઝાના કામલી ગામે યુવકના મોબાઇલ પર ક્યુઆર કોડ સ્કેન કરાવી 97 હજાર પડાવી લીધા હતા. આ ઘટનામાં પોલીસે ફરિયાદીના જણાવ્યા અનુસાર સમગ્ર ઘટના અંગેની વિગતો નોંધતા રાજુભાઇ નામ આપી અજાણ્યા બે મોબાઈલ નંબરનો ઉપયોગ કરનાર શખ્સો સામે ફરિયાદ નોંધી સાયબર સર્વેલન્સ ટીમની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : સાઇબર ક્રાઇમ આચરતી ઝારખંડની ગેંગને સુરત પોલીસે ઝડપી લીધી
સાયબર ક્રાઈમ કે ટેલિફોનિક પદ્ધતિથી ઠગાઈથી બચવા નીચેના પગલા લો
કોરોના મહામારી સમયે અનેક લોકો સાયબર ક્રાઈમ કે ટેલિફોનિક પદ્ધતિથી ઠગાઈ આચરતા લોકોનો શિકાર બન્યા છે અને બની રહ્યા છે. રાજ્યનું સાયબર સેલ પણ આ પ્રકારના ગુન્હાઓ ઉકેલવામાં નબળું જોવા મળ્યું છે. ત્યારે મહત્વનું છે કે, હાલના આ સમયમાં દરેક ખાતા ધારકો કે ઓનલાઈન એપ્લિકેશન ઉપભોક્તાઓએ પોતાના મોબાઈલ પર આવતી લોભામણી વાતો કરતા ફોનકોલ કે મેસેજથી લોભાઈ જવું જોઇએ નહિ. તમારા મોબાઈલને બને તેટલું બિનજરૂરી ઈન્ટરનેટ કનેક્ટિવિટીથી જોડેલો રાખવો નહિ. જ્યારે પણ તમને કોઈ વાર ઓનલાઈન ઠગાઈ થયાની શરૂઆત લાગે ત્યારે તુરંત તમારા મોબાઈલનું ઈન્ટરનેટ પહેલા બંધ કરી દેવું જોઇએ. તમારા ATM પર છાપેલા કે બેંકેના ખાત્રી કરેલા કસ્ટમ્બર કેરમાં ફોન કરી તે એકાઉન્ટ ટૂંક સમય માટે બંધ કરવા જાણ કરવી જેથી તમારી સાથે વધુ છેતરપિંડી થતી અટકી શકે છે. ત્યારે ઓનલાઈન છેતરપિંડીનો ઊંઝાના કામલી ગામનો કિસ્સો પણ અન્ય ઓનલાઈન પેમેન્ટ એપ કે મોબાઈલ ઉપભોક્તાઓ માટે લાલબત્તી સમાન કહી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.