- મહેસાણામાં હોમિયોપેથીના 500 વિદ્યાર્થીઓના આંદોલનનું નવુ રૂપ
- વિદ્યાર્થી સહિત તેમના પરિવારજનો પણ ચૂંટણીનો બહિષ્કાર કરશે
- શિક્ષિત હોવા છતાં પણ વિદ્યાર્થીઓએ ચૂંટણી બહિષ્કાની ચીમકી ઉચ્ચારી
મહેસાણા : રાજ્યમાં હોમિયોપેથી કોલેજ સહિતના વિદ્યાર્થીઓ સ્ટાઈપેન્ડ વધારવાના મામલે છેલ્લા ઘણા દિવસોથી રજુઆત કરી લડત આપી રહ્યા છે. તેમને મળતા 5,300 સ્ટાઈપેન્ડ વધારી 9,000 આપવાની માંગણી ન સંતોષતા તેઓ હવે ચૂંટણી બહિષ્કારના નિર્ણય પર ઉતરી આવ્યા છે. જેમાં 500 જેટલા વિદ્યાર્થીઓ પોતાના પરિવારના સભ્યોને સાથે રાખી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરશે.
શિક્ષિત વિદ્યાર્થીઓ સ્ટાઈપેન્ડ મામલે કરશે ચૂંટણી બહિષ્કાર
સામાન્ય રીતે મતદાન કરવું એ સૌ કોઈ નાગરિકોની ફરજ અને જવાબદરી છે. જોકે, રાજ્યમાં સ્ટાઈપેન્ડ મામલે વિદ્યાર્થીઓ અનેક રજૂઆત અને અનેક રીતે લડત આપ્યા બાદ પણ સફળ ન થયા. અંતે તેમના દેખાવો દબાઈ દેવા પોલીસમાં અટકાયત સહિતની કાર્યવાહી કરવામાં આવી. વિદ્યાર્થીઓ પણ શિક્ષિત હોવા છતાં ચૂંટણી બહિષ્કારના માર્ગ પર પહોંચ્યા છે. જેમાં માત્ર 500 જેટલા વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ તે તમામ 500 વિદ્યાર્થીઓના પરિવારો પણ ચૂંટણી બહિષ્કાર કરી મતદાન કરવાથી અળગા રહેશે તેવી ચીમકી ઉચ્ચરાઈ છે.