ETV Bharat / state

મહેસાણામાં વહિવટી તંત્રની પ્રેરણા રૂપી પહેલ, 1001 વિધવા મહિલાઓને સહાય - Gujarat

મહેસાણાઃ ઊંઝાના અમુઠ ખાતે વિધવા સહાય હુકમ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય આશાબેન પટેલે દરેક વિધવા મહિલાઓને સન્માન આપતા પોતાના પતિની યાદમાં જરૂર એક વૃક્ષ વાવે તેવી અપીલ કરી હતી તો આ કાર્યક્રમ થકી સરકારના વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન અને સ્ત્રી સશક્તિકરણના અભિગમને વેગ આપવામાં આવ્યો હતો.

મહેસાણામાં વહિવટી તંત્રની પ્રેરણા રૂપી પહેલ, 1001વિધવા મહિલાઓને સહાય
author img

By

Published : Jul 31, 2019, 7:01 AM IST

જિલ્લાના ઊંઝામાં ધારાસભ્ય આશાબેન પટેલના માર્ગદર્શન હેઠળ વહિવટી તંત્રની પ્રેરણા રૂપી પહેલ જોવા મળી છે. જેમાં તાલુકાના 31 ગ્રામ્ય વિસ્તારોની 1001 વિધવાઓને 1250 લેખે વિધવા સહાયના ઓર્ડર આપવામાં આવ્યા હતા. સરકારી યોજનાઓ અને લાભોએ નાગરિકો માટે જ હોય છે, પરંતુ ક્યાંક અજાણતામાં કે સમય અને સમજણના અભાવે આ સહાયોના લાભથી લાભાર્થીઓ વંચિત રહેતા હોય છે. ત્યારે મહેસાણા જિલ્લાના ઊંઝાના મહિલા ધારાસભ્ય આશાબેન પટેલના માર્ગદર્શનથી તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓએ અનોખી પહેલ કરી હતી.જેમાં વિધવા સહાય માટેની લાભાર્થી મહિલાઓને તાલુકાના અમુઠ ગામે એક જ મંચ પર બોલાવી તાલુકાના 31 ગ્રામ્ય વિસ્તારોની 1001 વિધવા મહિલાઓને સરકાર તરફથી મળતો 1250 રૂપિયાના લાભ માટેના મંજૂરી હુકમ આપવામાં આવ્યા હતા.

મહેસાણામાં વહિવટી તંત્રની પ્રેરણા રૂપી પહેલ, 1001 વિધવા મહિલાઓને સહાય

Intro:

એક મંચ પર 1001 વિધવા મહિલાઓને સહાય મંજૂરી હુકમ આપવામાં આવ્યા.!
Body:

મહેસાણા જિલ્લાના ઊંઝામાં ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ વહિવટી તંત્રની પ્રેરણા રૂપી પહેલ જોવા મળી છે જેમાં તાલુકાના 31 ગ્રામ્ય વિસ્તારોની 1001 વિધવાઓને 1250 લેખે વિધવા સહાયના ઓર્ડર આપવામાં આવ્યા

સરકારી યોજનાઓ અને લાભો એ નાગરિકો માટે જ હોય છે પરંતુ ક્યાંક અજાણતામાં કે સમય અને સમજણના અભાવે આ સહાયોના લાભ થી લાભાર્થીઓ વંચિત રહેતા હોય છે અથવા સમય અને આર્થિક ખોટ ખાતા હોય છે ત્યારે મહેસાણા જિલ્લા ના ઊંઝાના મહિલા ધારાસભ્યના માર્ગદર્શન થી તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓએ અનોખી પહેલ કરી વિધવા સહાય માટેની લાભાર્થી મહિલાઓને તાલુકાના અમુઠ ગામે એક જ મંચ પર બોલાવી તાલુકાના 31 ગ્રામ્ય વિસ્તારોની 1001 વિધવા મહિલાઓને સરકાર તરફ થી મળતો 1250 રૂપિયાના લાભ માટે ના મંજૂરી હુકમ આપવામાં આવ્યા છે મહત્વનું છે કે વિધવા સહાય માટે સરકાર દ્વારા 1000 રૂપિયાની મળતી સહાયમાં રૂપિયા 250નો વધારો કરી આપતા આ વિધવા મહિલાઓને વધારેલ રકમ સાથે 1250 રૂપિયાની વિધવા સહાયના મંજૂરી હુકમો આપવામાં આવ્યા છે

Conclusion:ઊંઝાના અમુઠ ખાતે યોજાયેલ વિધવા સહાય હુકમ વિતરણ કાર્યક્રમમાં ધારાસભ્યએ દરેક વિધવા મહિલાઓને સન્માન આપતા પોતે પોતાના પતિની યાદમાં જરૂર એક વૃક્ષ વાવે તેવી અપીલ કરતા સરકારના વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન અને સ્ત્રી સશક્તિકરણના અભિગમને વેગ આપવામાં આવ્યો છે

રોનક પંચાલ, ઇટીવી ભારત , મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.